Ahmedabad News: બાવળામાં લોહીલુહાણ હાલતમાં એક નવજાત બાળક મળી આવ્યું. માતાના નામને કલંક લગાવનારો આ કિસ્સો આપણા રૂવાંડા ઉભા કરી દેશે. કારણ કે નિષ્ઠુર માતાએ જન્મ થતા જ બાળકને ત્યજી દીધું. બાવળા તાલુકાના જુવાલ રૂપાવટી ગામની એક ઝાડીમાંથી નવજાત બાળક મળી આવ્યું કે જેની નાડ પણ કપાઈ નહોતી. આ બાળકના મોઢા અને શરીરના ભાગે કાંટા વાગેલા હતા. જેના કારણે નવજાત બાળક લોહીલુહાણ થયું.
બાવળા તાલુકામાં રૂપાવટી ગામમાં મોડી રાત્રે સ્થાનિકોને બાળકના રડવાનો અવાજ આવ્યો. સ્થાનિકોએ તપાસ કરતાં બાળક ઝાડીમાં હતું. ગ્રામજનોએ તાત્કાલિક 108ને જાણ કરી. એમ્બુયલન્સમાં બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. હાલમાં બાળકની સ્થિતિ સારી છે. કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે!! નિષ્ઠુર માતાએ જન્મ થતાં જ બાળકને ત્યજી દીધું પરંતુ આવા વરસાદી માહોલમાં પણ બાળક સુરક્ષિત રહ્યું.
રૂપાવટી ગામના જાગૃત ગ્રામજનો અને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા બાળકના બચાવના તાત્કાલિક પગલાં લેવાતા નવજાત બાળક અત્યારે સ્વસ્થ છે. માતા નિષ્ઠુર બની પરંતુ વિધાતા ક્રૂર નથી.
આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા
