Gandhinagar News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં મેઘમહેર થઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. લગભગ બધા જિલ્લાઓમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. તેના લીધે કેટલાય સ્થળોએ રાજ્યોના મોટા માર્ગો પર અને સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ પડતાં લોકો ધંધા રોજગાર અર્થે જઈ શક્યા ન હતા.
રાજ્યના 14 તાલુકાઓમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. તેમા નડિયાદમાં એક ઇંચ અને સૌથી વધુ તાપીના ઉચ્છલમાં 2.4 ઇંચ વરસાદ પડ્યો હતો. તાપીના ઉચ્છલમાં ભારે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
આ સિવાય આણંદ અને છોટાઉદેપુરમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. જો કે ઉલ્લેખનીય છે કે આણંદ પાસે આવેલા બોરસદમાં બે દિવસ પહેલા 14 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વડોદરાના કુકરમુંડા, સોનગઢ, જાંબુઘોડા, સાવલીમાં 1.8 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સુબીર, જેતપુર, વાઘોડિયા, હાલોલ, નિઝર અને નડિયાદમાં પડ્યો હતો. તેમા તમામ જિલ્લામાં એક-એક ઇંચ વરસાદ પડતા લોકોએ બફારાથી રાહત અનુભવી હતી.
આ પણ વાંચો: મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા
