Vadodara News/ વડોદરાના વૃદ્ધે વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપમાં 16 સેકન્ડમાં 100 મીટર દોડમાં બ્રોન્ઝ જીત્યો

વડોદરાના સિનિયર સિટીઝન મહેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ અમેરિકામાં યોજાયેલી પાન અમેરિકા વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપ ગેમ્સમાં બ્રોઝ મેડલ મેળવીને ભારત…..

Vadodara Gujarat

Vadodara News: વડોદરાના સિનિયર સિટીઝન મહેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ અમેરિકામાં યોજાયેલી પાન અમેરિકા વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપ ગેમ્સમાં બ્રોઝ મેડલ મેળવીને ભારત દેશનું નામ રોશન કર્યું છે. તેઓ 75 વર્ષની ઉંમરે પણ 16 સેકન્ડમાં 100 મીટર દોડી જાય છે અને લોંગ જમ્પમાં તેઓ 12 ફૂટ સુધીનો લાંબો કૂદકો મારે છે. લોંગ જમ્પ, ભાલા ફેંક, ગોળા ફેંક અને દોડ જેવી રમતોમાં ભાગ લઈને ઇન્ટરનેશનલ લેવલે મેડલ જીત્યા છે.

વડોદરામાં શહેરના અયોધ્યાનગરમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલ 1969માં ભારતીય મિલેટ્રીમાં જોડાયા હતા અને વર્ષ 1978માં તેઓ રિટાયર્ડ થયા હતા. ત્યારબાદ આઇપીસીએલમાં જનરલ મેનેજર તરીકે સેવાઓ આપી હતી. હાલ એડવોકેટની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આજે પણ રોજ સવારે 7 વાગ્યે એમ.એસ. યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર પહોંચી જાય છે અને સતત અઢી કલાક સુધી પ્રેક્ટિસ કરે છે. તેઓ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

75 વર્ષની ઉંમરે ભાલાફેંકની રમત પણ રમે છે

મહેન્દ્રભાઈ પટેલે અમેરિકાના ઓહાયો સ્ટેટમાં પાન અમેરિકા વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપ ગેમ્સમાં ભાગ લીધો હતો. ચેમ્પિયનશિપમાં તેઓએ લોંગ જમ્પ, ભાલા ફેંક, ગોળા ફેંક અને ડિસ્કો સહિતની રમતોમાં ભાગ લીધો હતો. જેમાંથી તેઓએ લોંગ જમ્પમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જોશીલા મહેન્દ્રભાઈએ અત્યારસુધીમાં 22 જેટલા ઇન્ટરનેશનલ અને 150 જેટલા નેશનલ કક્ષાએ મેડલ મેળવ્યા છે. મહેન્દ્રભાઈએ 1971માં પાકિસ્તાન સામે થયેલા યુદ્ધમાં પણ ભાગ લીધો હતો.

તેઓ વર્ષોથી વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છું. મેં અત્યારસુધીમાં ઓસ્ટ્રેલિયા, મલેશિયા, થાઈલેન્ડ, ચાઇના અને સ્પેનમાં ભાગ લઈને વિવિધ ગેમ્સમાં 22 જેટલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપ આવે ત્યારે તો રોજ તેઓ સવારે 4:30 કલાક પ્રેક્ટિસમાં કાઢે છે.

તાજેતરમાં જ 12 જુલાઈથી 21 જુલાઈ સુધી યોજાયેલી પાન માસ્ટર વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓપન ગેમ્સમાં મહેન્દ્રભાઈએ ભાગ લીધો હતો. જેમાં 70 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો અને સ્પર્ધા ખૂબ જ અઘરી હતી. આ કોમ્પિટિશનમાં લોંગ જમ્પમાં 12 ફૂટનો લાંબો કૂદકો મારીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને ગુજરાતનું અને ભારત દેશનું નામ રોશન કર્યું છે.

તેઓ હંમેશા પોતાની જાતને ફીટ રાખવામાં માને છે અને યુવાઓને પણ હંમેશા કહેતા રહે છે કે, તમે પણ ફીટ રહેવા માટે કોઈને કોઈ રમત હંમેશા રમતા રહો. વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા જવા માટે પોતાના ખર્ચે જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં પડશે ભારે વરસાદ, ક્યાં અપાયું છે એલર્ટ…

આ પણ વાંચો:વડોદરામાં 4 વર્ષના બાળકનું મોત, ચાંદીપુરા વાયરસની અસર થયાની આશંકા

આ પણ વાંચો:અંબાજી પોલીસે 9.5 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો