Paris Olympics 2024/ બે વખતની મેડલ વિજેતા સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર કર્યું ડેબ્યૂ, માત્ર 27 મિનિટમાં મેચ જીતી

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિક 2024માં જીત સાથે ડેબ્યૂ કર્યું હતું.

Top Stories Trending Sports

Paris Olympic 2024: બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિક 2024માં જીત સાથે ડેબ્યૂ કર્યું હતું. બેડમિન્ટનની મહિલા વર્ગમાં ભારતીય સ્ટાર પીવી સિંધુનો સામનો માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાક સામે થયો હતો. સિંધુએ ફાતિમા સામે આસાન જીત નોંધાવી હતી. સિંધુએ ફાતિમાને સીધી ગેમમાં 21-9, 21-6થી હરાવી હતી. બંને ખેલાડીઓ વચ્ચેની મેચ માત્ર 27 મિનિટ ચાલી હતી. આ જીત સાથે સિંધુએ આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.

સિંધુએ તેનો પહેલો સેટ માત્ર 13 મિનિટમાં જીત્યો હતો, જ્યારે બીજો સેટ માત્ર 14 મિનિટમાં જ જીત્યો હતો. ગ્રુપની પોતાની બીજી મેચમાં 10મી ક્રમાંકિત સિંધુ બુધવારે એસ્ટોનિયાની વિશ્વની 75 ક્રમાંકિત ક્રિસ્ટિન કૂબા સામે ટકરાશે. પીવી સિંધુને પેરિસ ઓલિમ્પિકમાં એમ ગ્રુપમાં રાખવામાં આવી છે. આ જૂથમાં ફાતિમા નબાહા અબ્દુલ રઝાક અને ક્રિસ્ટી ક્યુબાનો સમાવેશ થાય છે.

સિંધુ-ફાતિમા બીજી વખત સામસામે આવ્યા

પીવી સિંધુ તેની પ્રથમ મેચમાં ફાતિમા નબાહા અબ્દુલ રઝાક સામે રમી હતી. આ મેચમાં સિંધુને આસાન જીત મળી હતી. બંને ખેલાડીઓ બીજી વખત સામસામે આવ્યા હતા. આ મેચ પહેલા સિંધુ અને ફાતિમા કોમનવેલ્થ ગેમ્સ 2022માં સામસામે આવી હતી. આ મેચમાં પણ સિંધુએ ફાતિમા સામે આસાનીથી જીત મેળવી હતી. ટોચની ક્રમાંકિત સિંધુએ ફાતિમાને 21-4 અને 21-11થી સીધી ગેમમાં હરાવી હતી.

સિંધુના નામે બે ઓલિમ્પિક મેડલ

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુના નામે ઓલિમ્પિકમાં બે મેડલ છે. તેણે રિયો ઓલિમ્પિક 2016માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ તેનો પહેલો ઓલિમ્પિક મેડલ હતો. આ પછી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ તેનો બીજો મેડલ હતો. જોકે, તે હજુ સુધી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડન જીતી શકી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય હોકી ટીમ મિશન શરૂ કરશે, આ રહ્યું સંપૂર્ણ સમયપત્રક, આ ટીમો સાથે સ્પર્ધા

આ પણ વાંચો:હાર્દિક પંડ્યાએ ઝીલેલું દબાણ કાબિલે તારીફઃ બુમરા

આ પણ વાંચો:પેરિસમાં ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમની પહેલા હંગામો,કરાઈ આગચંપી અને તોડફોડ