Valsad News: વલસાડમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. કપરાડાના બાલચોન્ડી ગામ નજીક નદીના ધસમસતા પ્રવાહમાં યુવક ફસાઈ ગયો હતો. સ્થાનિકોએ ભારે જહેમત બાદ યુવકનું દિલધડક રેસ્ક્યુ કરાયું હતું.
વલસાડના કપરાડામાં બાલચોન્ડી ગામ નજીક કોલક નદી વહે છે. નદીના પ્રવાહમાં એકાએક યુવક ફસાઈ ગયો હતો. પાણીના વધારે પ્રવાહમાં યુવક તણાઈ જાય તેવી સંપૂર્ણ પરિસ્થિતિ બની હતી. આ ઘટનાને જોતાં કેટલાક સ્થાનિક યુવકોએ પોતાના જીવને જોખમમાં મૂકી દિલધડક રેસ્ક્યુ કર્યું હતું.
ઉપરવાસમાં ભારે વરસાદથી અત્યારે કોલક નદીમાં છે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નદી બે કાંઠે વહેતી હોવા છતાં લોકો જીવને જોખમમાં મૂકી નદી-નાળા પસાર કરવા પ્રયાસ કરતા બને છે ત્યારે આવી ઘટનાઓ સર્જાઈ જાય છે.
આ પણ વાંચો:હવામાન વિભાગની નવી આગાહી, હળવાથી ભારે વરસાદ પડશે
આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા થયા અતિ મહેરબાન
