ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) શુક્રવારે ભૂતપૂર્વ ક્રિકેટર મદન લાલ, આરપી સિંહ અને સુલક્ષણe નાયકની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) ની નિમણૂક કરી છે. સીએસી રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં બે ખાલી જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યૂ લેશે. વર્તમાન મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદનો કાર્યકાળ ગત સપ્ટેમ્બરમાં સમાપ્ત થયો હતો, પરંતુ નવા મુખ્ય પસંદગીકારની બદલી થાય ત્યાં સુધી તેમને ચાલુ રાખવા જણાવ્યું છે. આ જ સ્થિતિ બીજા પસંદગીકાર ગગન ખોડાની પણ છે.
પસંદગીકારોનાં આગામી અધ્યક્ષ અંગેની એક મહત્વપૂર્ણ વાતચીતમાં બીસીસીઆઈનાં પ્રમુખ સૌરવ ગાંગુલીએ હિન્દુસ્તાન ટાઇમ્સને કહ્યું હતું કે, પાંચ સભ્યોની આ સમિતિમાં સૌથી વધુ ટેસ્ટ રમનાર ક્રિકેટર અધ્યક્ષ હશે અને તે જોવામા નહી આવે કે ભારત તરફથી પ્રથમ કોણ રમ્યુ હતુ. ફક્ત તે જ જોવામાં આવશે કે દેશ માટે સૌથી વધુ ટેસ્ટ મેચ કોણે રમી છે. મુખ્ય પસંદગીકાર વિશે તેમણે કહ્યું કે, “તે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનારાઓમાંનો એક ખેલાડી હશે.”
જો કે, આ મામલે હવે એક ભ્રમની સ્થિતિ પણ દેખાઇ રહી છે કારણ કે બીસીસીઆઈ બંધારણનાં વિશિષ્ટ ખંડમાં જણાવાયું છે કે સમિતિનો સભ્ય અધ્યક્ષ હશે જે સૌથી વરિષ્ઠ એટલે કે પ્રથમ રમનાર હશે. આપને જણાવી દઈએ કે, અજીત અગરકર, લક્ષ્મણ શિવરામાકૃષ્ણન, વેંકટેશ પ્રસાદ, રાજેશ ચૌહાણ, નયન મોંગીયા, ચેતન ચૌહાણ, નિખિલ ચોપરા, અબે કુરુવિલા જેવા ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ અધ્યક્ષ પદ માટે અરજી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
