Bhavnagar News/ ભાવનગરમાં મધરાત્રિએ ફોર્ચ્યુનર કારે સર્જ્યો અકસ્માત, સ્થાનિકો થયા ભયભીત

ભાવનગરમાં મધરાત્રિએ ફોર્ચ્યુનર કારે ટક્કર મારી. ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી જોરદાર હતી કે દુકાનના શટર સાથે અથડાઈ.

Top Stories Gujarat Others

Bhavnagar News: ભાવનગરમાં મધરાત્રિએ ફોર્ચ્યુનર કારે ટક્કર મારી. ફોર્ચ્યુનર કારની ટક્કર એટલી જોરદાર હતી કે દુકાનના શટર સાથે અથડાઈ. બનાવના પગલે રહીશો બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોનો રોષના ભોગ બનતા કાર ચાલક અન્ય કારમાં બેસી ફરાર થઈ ગયો. એવું કહેવાઈ રહ્યું છે કે કાર ચાલક ભાજપના નગરસેવકનો પુત્ર છે. બનાવને પગલે પોલીસની PCR વાન પણ સ્થળ પર પહોંચી હતી. જો કે પોલીસે હજુ સુધી બનાવને લઇને કોઈ ફરિયાદ નોંધી નથી.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરમાં ગઈકાલે મધ્યરાત્રિએ પૂરપાટ વેગે આવતી ફોચ્યુન કારે અકસ્માત સર્જયો. ઝડપી વેગે આપતી કાર બેકાબુ બનતા દુકાનના શટર સાથે અથડાઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે ભયાનક અવાજ થયો જેના પગલે સ્થાનિકો પણ બહાર આવી ગયા હતા. દુકાન સાથે અથડાયેલ ફોર્ચ્યુન કારની સ્થિતિ જોતા કાર ચાલકે તાત્કાલિક ફરાર થવાનો પલાયન બનાવ્યો. અને અન્ય પોતાના સંબંધિત લોકોને ઘટનાસ્થળ પર બોલાવી લીધા. સ્થાનિકો કાર ચાલકને ઘેરી વળ્યા હતા. લોકોનો રોષનો ભોગ બને તે પહેલા જ કાર ચાલક બીજી કાર આવતા તેમાં બેસી ફરાર થઈ ગયો. દરમ્યાન કોઈ નાગરિકે કાર ચાલકની ઓળખ કરી અને તે ભાજપના એક નગરસેવકનો પુત્ર હોવાની અટકળો લગાવી.

ફોચ્યુન કારે જે સ્થાન પર અકસ્માત સર્જયો હતો ત્યાં તાત્કાલિક પોલીસની પીસીઆર વાન પણ સ્થળ પર પહોંચી હતી. હાજર પોલીસે ઘટના સ્થળનું નિરિક્ષણ કર્યું અને બનાવની માહિતી લીધી. મધ્યરાત્રિએ અકસ્માત બનવા છતાં હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી

આ પણ વાંચો: અરે બાપ રે! પતિને પત્ની કરડી…

આ પણ વાંચો: દેશભરમાં PF ઉપાડ મામલે ગુજરાતીઓનો ડંકો, ઉપડ્યા 32 હજાર કરોડ રૂપિયા