Landslide in Wayanad/ વાયનાડમાં ભૂસ્ખલન, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે ભૂસ્ખલન સ્થળ પર પહોંચ્યા

લોકસભામાં વિપક્ષના નેતા અને વાયનાડના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધી પક્ષના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે વાયનાડના ચુરલમાલામાં ભૂસ્ખલન સ્થળ પર પહોંચ્યા હતા.

Top Stories India

લોકસભામાં વિપક્ષના નેતા અને વાયનાડના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધી પક્ષના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે વાયનાડના ચુરલમાલામાં ભૂસ્ખલન સ્થળ પર પહોંચ્યા હતા. 30 જુલાઈએ અહીં ભૂસ્ખલન થયું હતું જેમાં 167 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

હવામાન વિભાગે આજે (ગુરુવારે) ફરી વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ફરી કેટલીક જગ્યાએ ભૂસ્ખલનનો ભય વ્યક્ત કર્યો છે. ડ્રોન, એનડીઆરએફ, એસડીઆરએફ, સ્નિફર ડોગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આખી રાત કામ કરવા છતાં સેના બેઈલી બ્રિજનું કામ પૂર્ણ કરી શકી નથી. હાલ બ્રિજ બનાવવાનું કામ અંતિમ તબક્કામાં છે. સેનાને આશા છે કે આજે બપોર પહેલા પુલ પર વાહનવ્યવહાર શરૂ થઈ જશે.આ દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચુરલમાલા પહોંચી ગયા છે. અહીં ભૂસ્ખલનથી સૌથી વધુ નુકસાન થયું છે. અહીંયા પછી બંને રાહત શિબિરમાં જશે અને પીડિતોને મળશે. રાહુલે વાયનાડ અને રાયબરેલીથી લોકસભા ચૂંટણી જીતી હતી. તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી. હવે પ્રિયંકા વાયનાડથી ચૂંટણી લડવા જઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વાયનાડમાં ભૂસ્ખલનથી ગામો થયા નામશેષ, રાહુલ ગાંધી અને પ્રિયંકાગાંધી પ્રભાવિત વિસ્તારની મુલાકાતે, જુઓ તસવીર

આ પણ વાંચો:મહાદેવ સટા એપ હજુ પણ ચાલુ, એપના માલિકોને પ્રભાવશાળી રાજકીય હસ્તીઓનું રક્ષણ

આ પણ વાંચો:રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના વિપક્ષ પર આકરા પ્રહાર ‘અમે રીલ નથી બનાવતા, અમે મહેનત કરીએ છીએ’