Not Set/ પ્રદૂષણ નષ્ટ કરવા દિલ્હી સરકારની કેન્દ્ર પાસે માંગણી

કેજરીવાલ સરકારે દિલ્હીના વાયુમંડળમાં જમા પ્રદૂષક તત્ત્વોને પાણીના હવાઈ છંટકાવથી નષ્ટ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે હેલિકોપ્ટર અથવા કોઈ અન્ય વાયુ યાનની માગણી કરી છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ઇમરાન હુસૈને કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન હર્ષવર્ધનને પત્ર લખીને કહ્યું છે કે, તાપમાનમાં ઘટાડાની સાથે રાજધાની ઉપર જમા પ્રદૂષક તત્ત્વોની માત્રામાં વધારો થઈ રહ્યો છે અને […]

India

કેજરીવાલ સરકારે દિલ્હીના વાયુમંડળમાં જમા પ્રદૂષક તત્ત્વોને પાણીના હવાઈ છંટકાવથી નષ્ટ કરવા માટે કેન્દ્ર સરકાર પાસે હેલિકોપ્ટર અથવા કોઈ અન્ય વાયુ યાનની માગણી કરી છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ઇમરાન હુસૈને કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન હર્ષવર્ધનને પત્ર લખીને કહ્યું છે કે, તાપમાનમાં ઘટાડાની સાથે રાજધાની ઉપર જમા પ્રદૂષક તત્ત્વોની માત્રામાં વધારો થઈ રહ્યો છે અને તેની સામે લડવા માટે એકમાત્ર રીત હવામાં પાણીના છંટકાવની છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, દિલ્હીના વાયુમંડળમાં રહેલાં પ્રદૂષક તત્ત્વો પીએમ ૧૦ અને પીએમ ૨.૫ને હટાવવા માટે પાણીના ફુવારાનો સહારો લેવો પડશે…આ બાબતે હુસેને ડો. હર્ષવર્ધન પાસે હેલિકોપ્ટર કે કોઈ અન્ય સક્ષમ વિમાન આપવાની માગણી કરી છે. તેમણે ડો. હર્ષવર્ધનને આ બાબત નગર વિમાન મંત્રાલય સમક્ષ ઉઠાવવાની વાત પણ કરી છે.