પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમનું શાનદાર ફોર્મ ચાલુ છે. પૂલ-બીની મેચમાં તેને ઓસ્ટ્રેલિયન હોકી ટીમને 3-2થી હરાવ્યું હતું.1972 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ટીમે ઓલિમ્પિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હોય.આ મેચમાં ભારત તરફથી અભિષેકે 1 અને કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 ગોલ કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી થોમસ ક્રેગ અને બ્લેક ગોવર્સે ગોલ કર્યા હતા.
પ્રથમ હાફમાં ભારતનો દબદબો રહ્યો હતો
ભારતે પ્રથમ ક્વાર્ટરની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા પર દબાણ બનાવ્યું હતું અને તેના કારણે અભિષેકે શાનદાર વળતો હુમલો કર્યો હતો અને મેચની 12મી મિનિટે ફિલ્ડ ગોલ કર્યો હતો.
ગોલ બાદ તરત જ ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. કેપ્ટન હરમનપ્રીતે આ તક વેડફી ન હતી અને આગલી જ મિનિટમાં ગોલ કરીને સ્કોર 2-0 કરી દીધો હતો.પ્રથમ હાફના અંતે સ્કોર 2-0થી ભારતની તરફેણમાં રહ્યો હતો. કાંગારૂ ટીમને કોઈ તક મળી ન હતી.
બીજા હાફની રમત આ રીતે રહી હતી
બીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાના થોમસ ક્રેગે શાનદાર ફિલ્ડ ગોલ કરીને સ્કોર 2-1 પર લાવી દીધો હતો.
આમ છતાં ભારત દબાણમાં આવ્યું નહીં અને 32મી મિનિટે ટીમને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો અને કેપ્ટન હરમનપ્રીતે બીજો ગોલ કર્યો.
તેણે હવે પેરિસ ઓલિમ્પિક 2024માં 6 ગોલ કર્યા છે. ભારતીય ટીમ ત્રીજા ક્વાર્ટર સુધી 3-1થી આગળ રહી હતી. છેલ્લા ક્વાર્ટરમાં એકમાત્ર ગોલ ઓસ્ટ્રેલિયાના ગોવર્સે પેનલ્ટી સ્ટ્રોકથી કર્યો હતો.
ભારતીય હોકી ટીમ સતત બીજા ઓલિમ્પિક મેડલ માટે પડકારરૂપ છે
ભારત ઓલિમ્પિકમાં પુરૂષ હોકીમાં સતત બીજો મેડલ જીતવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને હોકીમાં 41 વર્ષનો ઓલિમ્પિક મેડલ દુષ્કાળ સમાપ્ત કર્યો.
ભારતીય ટીમે રોમાંચક મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યું હતું. આ પહેલા ભારતે છેલ્લે 1980માં હોકીમાં ઓલિમ્પિક મેડલ જીત્યો હતો.ભારતે મેન્સ હોકીમાં 8 ઓલિમ્પિક ગોલ્ડ સહિત કુલ 12 મેડલ જીત્યા છે.
ભારતીય ટીમ તેની એકમાત્ર મેચ બેલ્જિયમ સામે હારી છે
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમને બેલ્જિયમની હોકી ટીમ સામે એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો હતો. પૂલ-બીની મેચમાં બેલ્જિયમની ટીમે ભારતને 2-1થી હરાવ્યું હતું.
આ મેચમાં ભારત માટે અભિષેકે એકમાત્ર ગોલ કર્યો હતો જ્યારે બેલ્જિયમ માટે થિબાઉટ સ્ટોકબ્રોક્સ અને જોન-જ્હોન ડોહમેને 1-1 ગોલ કર્યો હતો. પ્રથમ હાફમાં લીડ લેવા છતાં ભારતીય ટીમ મેચ હારી ગઈ હતી.
બેલ્જિયમના હાથે હારમાંથી બહાર આવતી ભારતીય હોકી ટીમે શુક્રવારે ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. પેરિસ ઓલિમ્પિક-2024ની મેચમાં ભારતે જોરદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાની ટીમને 3-2થી હરાવ્યું. ટીમ ઈન્ડિયાની આ જીત ઐતિહાસિક છે કારણ કે ભારતે 1972 પછી પહેલીવાર ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે.
ટીમ ઈન્ડિયાએ 52 વર્ષનો આ દુષ્કાળ ખતમ કર્યો. આ પહેલા ભારતે પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ત્યારબાદ આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે 2-1થી જીત મેળવી હતી. પરંતુ ભારતને બેલ્જિયમના હાથે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો:ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે $70 મિલિયનનું બજેટ મંજૂર, પણ શું ભારત રમશે?
આ પણ વાંચો:ભારત વિ. શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI સિરિઝની આજે પ્રથમ મેચ પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે
