Not Set/ સુપ્રીમ કોર્ટે સિનેમા હોલમાં ગવાતા રાષ્ટ્રગાનને લઈને આપ્યો આદેશ

દિલ્હી સુપ્રીમ કોર્ટે સોમવારે આદેશ આપતા જણાવ્યું હતું કે, દેશભક્તિ કે રાષ્ટ્રભક્તિ સાબિત કરવા માટે સિનેમા હોલમાં રાષ્ટ્રગાન દરમિયાન ઊભા થવાની જરૃર નથી. લોકો સિનેમાહોલમાં એન્ટરટેઈમેન્ટ માટે જાય છે. ત્યાં લોકો રાષ્ટ્રગાન દરમિયાન ઊભા થયા કે નહીં તેના દ્વારા પોતાની દેશભક્તિ સાબિત કરવાની હોતી નથી. કેન્દ્ર સરકારે આ મુદ્દે બનાવેલા નિયમોમાં સુધારા અંગે વિચાર કરવો […]

India

દિલ્હી

સુપ્રીમ કોર્ટે સોમવારે આદેશ આપતા જણાવ્યું હતું કે, દેશભક્તિ કે રાષ્ટ્રભક્તિ સાબિત કરવા માટે સિનેમા હોલમાં રાષ્ટ્રગાન દરમિયાન ઊભા થવાની જરૃર નથી. લોકો સિનેમાહોલમાં એન્ટરટેઈમેન્ટ માટે જાય છે. ત્યાં લોકો રાષ્ટ્રગાન દરમિયાન ઊભા થયા કે નહીં તેના દ્વારા પોતાની દેશભક્તિ સાબિત કરવાની હોતી નથી. કેન્દ્ર સરકારે આ મુદ્દે બનાવેલા નિયમોમાં સુધારા અંગે વિચાર કરવો જોઈએ. વધુમાં સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ થિયેટરમાં રાષ્ટ્રગાન દરમિયાન ઊભી નથી થતી તો તેનો અર્થ એ નથી થતો કે તેનામાં દેશભક્તિ ઓછી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૩૦ નવેમ્બર ૨૦૧૬માં પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, થિયેટરમાં રાષ્ટ્રગાનને ફરજિયાત કરવામાં આવે. જોકે આ અંગે વધુ સુનાવણી ૯ જાન્યુઆરીએ હાથ ધરાશે.