Vadodara News: સંસ્કારનગરી વડોદરામાં ત્રણ શખ્સોએ મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સયાજીગંજ પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.
વડોદરા શહેરમાં વધુ એક કુકર્મની ઘટના સામે આવી છે. વડોદરામાં ત્રણ શખ્સોએ મહિલા સાથે દુષ્કર્મ આચરતા મહિલાએ ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહિલાને ત્રણ શખ્સોએ લોનનાં ચક્રવ્યૂહમાં ફેરવી હતી. આ ત્રિપુટીએ મહિલાના નામે લોનો લઇ તે રકમ અન્ય લોકોને આપી દીધી હતી. બાદમાં મહિલાને મહિલાને પૈસા ચૂકવવાની ધમકીઓ આપતા હતા. બાદમાં રાજેશ અગ્રવાલ, વિક્રાંત દીક્ષિત, પજ્ઞેશ દવેએ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું.
એટલું જ નહીં, આરોપી રાજેશ અગ્રવાલે પીડિતાને કેફી પીણું પીવડાવી દુસ્કર્મ આચરતા ગર્ભ પણ રહી ગયું હતું. પીડિત મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે્ આરોપી પ્રજ્ઞેશ દવેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. હજુ બે આરોપી પોલીસના શકંજામાં આવ્યા નથી.
આ પણ વાંચો:જૂનાગઢના 6 શખ્સની પશ્ચિમ બંગાળમાં કરી અટકાયત
આ પણ વાંચો:પાણી ભરાવાને કારણે રેલ વ્યવહારને થઈ અસર, રદ કરાઈ ‘આ’ ટ્રેન
આ પણ વાંચો:ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદ પડશે, અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો
