Gandhinagar News/ રાજ્યના 10 IAS અધિકારીઓની બદલી કરાઈ

રાજ્યના આઇએએસ અધિકારીઓની બદલીનો દોર જારી છે. સરકારે આઇએએસની બદલીનો ગંજીફો ચીપવાનું ચાલુ રાખ્યું છે. રત્નાકંવરની સાબરકાંઠાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુજીત કુમારની ભાવનગરના કમિશ્નર તરીકે નિમણૂક કરાઈ છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gandhinagar News: રાજ્યના આઇએએસ અધિકારીઓની બદલીનો દોર જારી છે. સરકારે આઇએએસની બદલીનો ગંજીફો ચીપવાનું ચાલુ રાખ્યું છે. રત્નાકંવરની સાબરકાંઠાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુજીત કુમારની ભાવનગરના કમિશ્નર તરીકે નિમણૂક કરાઈ છે.

આ ઉપરાંત શ્વેતા ટીઓટીઆની ગુજરાત ઉર્જા વિકાસ નિગમમાં નિમણૂક કરવામાં આવી છે. કે.ડી. લાખાણી લેબર કમિશ્નર તરીકે નીમવામાં આવ્યા છે. એસ.કે. મોદીને નર્મદાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. એન.એન. દવેને વલસાડના કલેક્ટર નીમવામાં આવ્યા છે. એસ.ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

એન વી ઉપાધ્યાયને કોઓપરેટિવ સોસાયટીમાં મૂકાયા છે. લલિત નારાયણસિંઘ શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. લલિત નારાયણસિંઘને હેન્ડલૂમ ડેવલપમેન્ટનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. બી.જે. પટેલને ગાંધીનગરના ડેવલપમેન્ટ કમિશ્નર બનાવવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે