india news/ વાયનાડ દુર્ઘટનાથી બોધપાઠ નહી લઈએ તો ચારધામનો રોડ પ્રોજેક્ટ લાવી શકે છે વિનાશ, વૈજ્ઞાનિકોની ચેતવણી

કેરળના વાયનાડમાં ભૂસ્ખલને તબાહી સર્જી. વાયનાડ દુર્ઘટનાથી બોધપાઠ નહી લઈએ તો ચારધામ પ્રોજેક્ટ પણ વધુ વિનાશ લાવશે તેમ વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે.

Top Stories India

કેરળના વાયનાડમાં ભૂસ્ખલને તબાહી સર્જી. વાયનાડ દુર્ઘટનાથી બોધપાઠ નહી લઈએ તો ચારધામ પ્રોજેક્ટ પણ વધુ વિનાશ લાવશે તેમ વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે. દેશમાં અત્યારે કેદારનાથથી લઈને કેરળ સુધી વરસાદના કારણે ભારે તારાજી જોવા મળી રહી છે. અવકાશ જીતવાની હરણફાળમાં માણસ પૃથ્વીનો વિનાશ કરી રહ્યો છે. દેશ ઉપરાંત વિશ્વમાં પણ પર્યાવરણ સાથે છેડછાડ થઈ રહી છે. વિશ્વમાં અનેક દેશોમાં હવામાનમાં મોટા બદલાવ આવ્યા છે. ઠંડા પ્રદેશોમાં ગરમી અને ગરમ પ્રદેશોમાં વાવાઝોડા અને વરસાદે આતંક મચાવ્યો છે. ભૂ-વિજ્ઞાનીઓ વિશ્વમાં બદલાઈ રહેલા વાતાવરણના મિજાજને લઈને ચેતવણી આપી રહ્યા છે.

વાયનાડ દુર્ઘટના

વાયનાડમાં 30 જુલાઈના રોજ ભૂસ્ખલનની દુર્ઘટના બની. આ દુર્ઘટનામાં ચાર ગામ સમૂળગા નાશ પામ્યા. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત થયા અને લોકોને બચાવવાનું કાર્ય સાત દિવસ બાદ પણ ચાલુ છે. ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે કેદાર હોય કે કેરળ આ વિસ્તારોમાં થતા ભૂસ્ખલન આપણા માટે એલર્ટની નિશાની છે. જો બાબતને નહી સમજીએ તો આનાથી પણ સ્થિતિ વધુ બદથી બદતર થઈ શકે છે.

વાયનાડમાં મૃત્યુઆંક 180 પર પહોંચ્યો, બચાવ કામગીરી ચાલુ, રાહત શિબિરમાં  પીડિતોને મળી શકે રાહુલ-પ્રિયંકા | Moneycontrol Gujarati

લખનૌમાં બીરબલ સાહની ઈન્સ્ટિયૂટ ઓફ પેલિઓસાયન્સના ડિરેક્ટર ડો.મહેશ ઠક્કરે વાયનાડ દુર્ઘટનાના એક દિવસ પહેલા ઘટનાની આશંકા વ્યક્ત કરી હતી. ડો.મહેશ આ ઈન્સ્ટિયૂટમાં અર્થ સાયન્સ પર સ્ટડી કરી રહ્યા છે અને તેમણે આ પ્રોગ્રામમાં અન્ય 50 વૈજ્ઞાનિકોને પણ સામેલ કર્યા. અર્થ સાયન્સ પરના અભ્યાસમાં તેઓ કેવી રીતે લડી શકાય, લેન્ડસ્લાઇડ સામે આપણે કેટલા સજજ છીએ તેના પર ચર્ચા થઈ હતી. આ ચર્ચાના બીજા જ દિવસે વાયનાડમાં લેન્ડસ્લાઈડની દુર્ઘટના બનવા પામી. આ દુર્ઘટનાને લઈને ડો.મહેશનું કહેવું છે કે વાયનાડમાં જે વિસ્તારમાં ભૂસ્ખલન થયું તે પર્વતીય વિસ્તાર છે અને છેલ્લા બે દાયકાથી જોખમમાં હતો. આ વિસ્તારમાં વન વિસ્તાર 20થી 25 ટકા ઘટયો હતો. વિકાસની દોડમાં જંગલો કાપવામાં આવ્યા તેનું જ આ પરિણામ છે.

ડો.મહેશ ઠક્કરનું કહેવું છે કે વાયનાડમાં ભૂસ્ખલન થયું તેના થોડા દિવસ પહેલા ત્યાં ભારે વરસાદ થયો હતો જેના કારણે જમીન પોચી થઈ હતી. વાયનાડની જમીન અન્ય વિસ્તાર કરતા અલગ છે. મહારાષ્ટ્રની કોસ્ટલાઈનમાં પથ્થરો વધુ મજબૂત છે પરંતુ કેરળના કોસ્ટલાઈનમાં પથ્થરો એકદમ નરમ અને પોચા છે. 29 અને 30 તારિખે વાદળ ફાટતા જળપ્રલય સર્જાયો અને ઉપરવાસની માટી નીચાણવાળા વિસ્તારોમાં ધસી આવી. કેરળના ઇતિહાસમાં આ સૌથી મોટી લેન્ડસ્લાઈડ દુર્ઘટના કહી શકાય. આ દુર્ઘટના થવા પાછળ કલાઈમેટ ચેન્જ સાથે માનવ અવરોધ પણ મુખ્યત્વે જવાબદાર છે. પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોકસાઈડનું પ્રમાણ વધી રહ્યું છે જે ખતરનાક કહી શકાય.

હિમાલય

અમાદવાદની એક લેબોરેટરી સાથે જોડાયેલા સિનિયર વૈજ્ઞાનિક ડો.નવીન જુયાલ પણ ડો.મહેશ ઠક્કરની વાત સાથે સહમત છે. ડો.નવીન જુયાલનું કહેવું છે કે જો આપણે વાયનાડ દુર્ઘટનાથી બોધપાઠ નહી લઈએ તો દેશના ઉત્તરભાગમાં પણ આગામી દિવસોમાં આવી સ્થિતિ ઉદભવી શકે છે. ડો.નવીન જુયાલે હિમાલય વિસ્તારમાં વધુ કામગીરી કરી છે. તેમણે વાયનાડને લઈને કહ્યું કે 2019માં કેરળમાં આવેલ પૂર બાદ વૈજ્ઞાનિકોએ ત્યાં અભ્યાસ કર્યો હતો અને વાયનાડને સંવેદનશીલ વિસ્તાર ગણાવતા ચેતવણી આપી હતી. આ વખતે કેરળમાં છેલ્લા 15 વર્ષ કરતાં પૂરની ફ્રિકવન્સી વધુ જોવા મળી. કેરળમાં નષ્ટ થતા જંગલો આ દુર્ઘટના માટે જવાબદાર છે. કારણ કે જંગલના વૃક્ષો માટીને જકડી રાખે છે પરંતુ વૃક્ષોનું નિકંદન થવાથી પૂર, ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે.

ડો.નવીન જુયાલનું કહેવું છે કે અરેબિયન સમુદ્રનું તાપમાન છેલ્લા કેટલાક સમયમાં વધ્યું છે. સમુદ્રનું તાપમાન વધતા પર્વતો પર વાદળો બંધાય છે અને પછી કલાઉડ બર્સ્ટ જેવી સ્થિતિ ઉદભવે છે. ડો.નવીનના મતે કોઈપણ વહેતી નદી હોય તેની આસપાસ કોઈપણ પ્રકારનો માનવ અવરોધ ના હોવા જોઈએ. નદીના વહેણ રોકવાથી મોટી આફત આવે છે. હિમાચલ પ્રદેશમાં કેદારનાથમાં 2013માં થયેલ ભયકંર વિનાશ તેનું ઉદાહરણ છે. કેદારનાથમાં વાદળ ફાટવાની ભયંકર દુર્ઘટના બાદ સુપ્રીમ કોર્ટે ઘટનાની તપાસ માટે એક કમિટિ બનાવી હતી. આ કમિટિમાં મારી સાથે અન્ય વૈજ્ઞાનિકો પણ સામેલ હતા. અમે બધાએ કોર્ટમાં રિપોર્ટ આપ્યો હતો કે કેદારનાથમાં થયેલ દુર્ઘટના પાછળ હાઈડ્રોપાવર પ્રોજેકટની મોટી ભૂમિકા છે. અમે ચેતવણી આપી છે કે 2000 મીટરથી ઊંચા હિમાલયના વિસ્તારને છંછેડવાથી વધુ વિનાશક તબાહીની સંભાવના છે. 2021માં ઉત્તરાખંડમાં ઋષિગંગા ડિઝાસ્ટરની ઘટના પાછળ પણ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ કારણભૂત હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોઈપણ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે પહેલા જમીનનો પ્રકાર જાણવો જરૂરી છે. દેશમાં ઉત્તરીય ભાગ હોય કે દક્ષિણ ભાગ વિકાસનું અતિક્રમણ વિનાશ તરફ લઈ જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મિલકતના વેચાણ પર નવી અને જૂની ટેક્સ સિસ્ટમનો વિકલ્પ, નાણામંત્રી આજે સંસદમાં બિલ રજૂ કરશે

આ પણ વાંચો:પુત્રીને અંતરંગ પળો માણતા જોઈ માતાએ, તો થઈ ગઈ હત્યા

આ પણ વાંચો:જીરકપુરમાં સગીરે કરી આત્મહત્યા, આખરે શું થયું હતું…