Banaskantha News/ પાલનપુરમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા ચાર કામદારો ગંભીરપણે દાઝ્યા

ઈસેડુ એગ્રીકોમ કંપનીમાં બનેલો બનાવ, ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખસેડાયા

Top Stories Gujarat Others

Banaskantha News : પાલનપુર સ્થિત જગાણા હાઈવે પર આવેલી ઈસેદુ મીલમાં આજે બપોરે બોઈલરમાં બ્લાસ્ટ થતા અહીં કામ કરતા ચાર કામદારો દાઝી ગયા હતા. સારવાર અર્થે તેમને તાત્કાલીક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ કામદારોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાના પગલે બનાસકાંઠા કલેકટર અને એસપી સહિતના અધિકારીઓ ઈજાગ્રસ્ત કામદારોની ખબર કાઢવા હોસ્પિટલ પર પહોંચ્યા હતા. ત્રણ કામદારોની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બોઈલર બ્લાસ્ટના કારણે બની હોવાનું કલેકટર જણાવ્યું હતું. જો કે, કંપનીના સિક્યુરિટી ઓફિસરે આ બનાવ બોઈલર બ્લાસ્ટના કારણે નહીં પણ ગેસ કટીંગ વેળાએ ફ્લેશ ફાયર થતા બની હોવાનું કહ્યું હતું.

પાલનપુરના જગાણા હાઈવે પર આવેલી અને કાસ્ટર ઓઈલ અને ITS પ્રોડ્કટનું ઉત્પાદન કરતી ઈસેદુ એગ્રોકેમ કંપનીમાં આજે બપોરના સમયે રૂટીન કામગીરી ચાલી રહી હતી ત્યારે કંપનીમાં દુર્ધટના સર્જાતા નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારો દાઝી ગયા હતા. ઘટનાના પગલે અન્ય કામદારો દ્વારા તમામ ઈજાગ્રસ્તોને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.કલેકટર અને એસપી હોસ્પિટલ પર પહોંચ્યા

ઈસેદુ કંપનીમાં દુર્ઘટનાની જાણ થતા બનાસકાંઠા કલેકટર અને એસપી હોસ્પિટલ પર પહોંચ્યા હતા. કલેકટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે,જે ચાર લોકો દાઝયા છે તેની હોસ્પિટલ ખાતે મુલાકાત કરી છે. તેઓની સારવાર ચાલી રહી છે. તેમના પરિવારજનોને જાણ કરી છે. બોઈલર ફાટવાના કારણે લોકો દાઝ્યા છે. ખરેખર શું બન્યું તેની તપાસ કરવામાં આવશે. હાલ જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓની સારવારને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

બીજીતરફ કંપનીના સિક્યુરિટી ઓફિસર દિલીપ સોનીએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં બોઈલરનો કોઈ રોલ નથી. બોઈલર ફાટ્યું નથી. આ એક અલગ વિભાગ છે. તેમાં હોટ વર્કનું કામ ચાલતુ હતું. ગેસ કટીંગ વેળાએ આગનો બનાવ બન્યો છે. ફ્લેશ ફાયર થયું હતું. જેમાં ચાર લોકો દાઝ્યા છે. જેમાં ત્રણ ગંભીર રીતે દાઝી જતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્ત કામદારોમાં આફિલ કુરેશી, બાલક્રિષ્ન સંતેન્દ્રભગવાન કુશવાહાનંદુ વિજયકુમાર કુશવાહા અને ભરતભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મિલકતના વેચાણ પર નવી અને જૂની ટેક્સ સિસ્ટમનો વિકલ્પ, નાણામંત્રી આજે સંસદમાં બિલ રજૂ કરશે

આ પણ વાંચો: વાયનાડના ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 413, PM મોદી પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત

આ પણ વાંચો: ‘વિનેશ ફોગટને સિલ્વર મેડલ વિજેતાને અપાતી તમામ સુવિધા અપાશે’ હરિયાણાના મુખ્યમંત્રીએ કરી જાહેરાત