Uttar Pradesh News:/ કન્નોજનો વિચિત્ર કિસ્સો, 5 કિલો બટાકાની લાંચમાં હવાલદાર થયો સસ્પેન્ડ

યુપીના કન્નૌજમાં લાંચ લેવાનો એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અત્યાર સુધી તમે લાંચ તરીકે પૈસાની માંગણી વિશે સાંભળ્યું હશે.

Top Stories India

Uttar Pradesh News: યુપીના કન્નૌજમાં લાંચ લેવાનો એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અત્યાર સુધી તમે લાંચ તરીકે પૈસાની માંગણી વિશે સાંભળ્યું હશે. પરંતુ હવે લાંચ તરીકે શાકભાજીની માંગ કરવામાં આવી રહી છે. સોરીખ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોકીના ઈન્ચાર્જ લાંચ તરીકે પાંચ કિલો બટાકાની માંગ કરી રહ્યા હતા. ચોકીના ઈન્ચાર્જ રામકૃપાલ કોઈને ફોન કરીને લાંચ તરીકે 5 કિલો બટાકાની માંગ કરી રહ્યા હતા. વાતચીતનો ઓડિયો વાયરલ થતાં એસપીએ ચોકીના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દીધા હતા.

કલીપ થઈ વાયરલ

સોરીખ પોલીસ સ્ટેશન વિસ્તારની ચપુન્ના-ભાવલપુર પોલીસ ચોકીના ઈન્ચાર્જ એસઆઈ રામકૃપાલની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં તે કોઈની સાથે વાત કરીને 5 કિલો બટાકાની માંગ કરી રહ્યો છે. ફરિયાદી ગરીબ હતો અને તેણે કહ્યું કે, સાહેબ 2 કિલો બટાકા લો, આના પર ચોકીના ઇન્ચાર્જે નારાજગી દર્શાવી, ત્યારબાદ 3 કિલો બટાકા આપવાની માંગણી કરવામાં આવી. જેમાં ફરિયાદી સહમત થાય છે.

જણાવી દઈએ કે બાદમાં ફરિયાદી માત્ર 2 કિલો બટાકા આપવા માટે રાજી થઈ ગયો હતો. તેના પર પોસ્ટ ઇન્ચાર્જ કેટલાક કામને ટાંકીને સાંભળવા મળે છે. વાયરલ ઓડિયો અંગે એસપી અમિત કુમાર આનંદે જણાવ્યું કે, છિબરમાઉ સીઓ દ્વારા મળેલા તપાસ રિપોર્ટના આધારે ચોકીના ઈન્ચાર્જ રામકૃપાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ બાબત સીઓ સિટીને સોંપવામાં આવી છે. તપાસ રિપોર્ટના આધારે આગળની ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. જો કે, 5 કિલો બટાકાની માંગણી કર્યા પછી કંઈ સમજાતું નહોતું, શું એવું બની શકે કે બટાકાના નામે પૈસા માંગવાના કોળી કોડનો ઉપયોગ ન થઈ રહ્યો હોય. એસપીનું કહેવું છે કે આ બાબત તપાસ બાદ જ બહાર આવશે.

સોશિયલ મીડિયા થઈ રમૂજ

આ સમાચાર સામે આવતા જ મીડિયામાં અનેક પ્રકારની કોમેન્ટસ આવવા લાગી છે. કોઈ કહે છે કે પોલીસની સેલેરી વધારો. એવો કેવો પગાર છે કે લાંચમાં બટાકા લેવા પડે છે. તો કોઈ શાકભાજીના ભાવ આસમાને હોવાથી કહે છે કે અત્યારે બટાકા તો ખરેખર સોના જેવા છે. વળી એક ફિલ્મી અંદાજમાં કહે છે ‘દરોગા-તુમ કયા જાનો 5 કિલો આલૂ કી કિમંત, નોકરી પર આંચ આવી છે’. એક લખે છે કે આ ખરેખર પુલિસ છે કે પછી ફુલિસ છે. બટાકાની પ્રતિષ્ઠા વધી ગઈ. વળી એક સરકાર પર નિશાન સાધતા લખે છે કે શું ખરેખર યુપી સરકાર પોલીસને પગાર નથી આપતી. કે પ્રત્યેક પોલીસ સ્ટેશનની પોલીસ કોઈને કોઈ બહાને લાંચ લઈ રહી છે. એક સંતોષી માણસ લખે છે કે ખરેખર આ પોલીસ હવાલદાર બિચારો સંતોષી હશે કારણ કે તેણે પૈસા માંગવાના બદલે ફક્ત બટાકાની લાંચ લઈ સંતોષ માન્યો. અને ખરેખર તો પોલીસે 5 કિલો બટાકા માંગ્યા હતા તેની સામે અરજદારે શાકભાજીવાળાની જેમ ભાવતાલ કરી અંતે 2 કિલો બટાકા આપવા પર સહમતિ થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ડોક્ટર સાથે ઠગાઈ, ઓર્ડરના નામે 30 લાખ રૂપિયા પચાવી પાડ્યા

આ પણ વાંચો:PM મોદી આજે વાયનાડમાં ભૂસ્ખલન પીડિતોની મુલાકાતે, હવાઈ સર્વેક્ષણ કરશે

આ પણ વાંચો:ચિતોડગઢમાં મોબ લિન્ચિંગની ઘટના, ચોર સમજીને મારતા આધેડનું થયું મોત