Uttar Pradesh News:/ યુપીમાં FSDA અને STFFની સંયુક્ત ટીમને મળી મોટી સફળતા, કરોડોની કિંમતના ઓક્સીટોસીન ઈન્જેક્શનો જપ્ત કર્યા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (FSDA) અને STFFની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે.

Top Stories India Breaking News

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (FSDA) અને STFFની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. સંયુક્ત કાર્યવાહીમાં, એફએસડીએ અને એસટીએફની ટીમે કરોડોની કિંમતના ઓક્સીટોસીન ઈન્જેક્શ (oxytocin injections)નો જપ્ત કર્યા છે. આસિસ્ટન્ટ કમિશનર બ્રજેશ કુમારે જણાવ્યું કે ગેરકાયદેસર ઓક્સીટોસિન ઈન્જેક્શનની કુલ કિંમત અંદાજે 1 કરોડ 38 લાખ રૂપિયા છે. આ કન્સાઈનમેન્ટ બિહારથી યુપી લાવવામાં આવી રહ્યું હતું. આ કેસમાં આરોપી અનમોલ પાલ અને દિનેશ પાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે મુખ્ય સુત્રધાર સુધી પહોંચવા માટે બંનેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

PunjabKesari

સ્કોર્પિયો દ્વારા ઓક્સીટોસિન ઈન્જેક્શન લાવવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે અમને ઘણા દિવસોથી આ મામલાની માહિતી મળી રહી હતી. જેના આધારે ગુરુવારે લખનઉના બંગલા બજાર ચોકથી તેલી બાગ તરફ જઈ રહેલી સફેદ રંગની સ્કોર્પિયો નંબર UP 32 GR 9609ની તલાશી લીધી હતી. આ સમય દરમિયાન, તેઓને કારની અંદર ઓક્સિટોસીન ઇન્જેક્શનનો માલ મળ્યો.

PunjabKesari

જણાવી દઈએ કે, પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ જણાવ્યું કે, તમામ સામાન એક રૂમની અંદર રાખવામાં આવ્યો હતો . જે બાદ પોલીસ જ્યારે તે સ્થળે પહોંચી ત્યારે ત્યાંથી 30 બોક્સ અને 6 બોરી (2,67,000 એમ્પૂલ્સ, 30 એમએલની 12,627 શીશીઓ, 100 એમએલની 1260 શીશીઓ)નો સ્ટોક મળી આવ્યો હતો. જે બાદ નિયમ મુજબ ફોર્મ-16 પર તમામ ગેરકાયદે ઓક્સીટોસીન ઈન્જેકશન જપ્ત કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સ્વાતંત્ર્ય દિવસ પર આજે ભારતની ઓલિમ્પિક ટીમ, BRO કર્મચારીઓ અને અટલ ઇનોવેશનના લાભાર્થીઓ મુખ્ય અતિથિ

આ પણ વાંચો: સ્વતંત્રતાની ઉજવણીના રંગમાં પડશે ભંગ, હવામાન વિભાગની હળવા વરસાદની આગાહી

આ પણ વાંચો: PM મોદીના ભાષણમાં UCC ના ઉલ્લેખ પર વિપક્ષના નેતાઓના પ્રહાર, વિભાજનકારી ભાષણ