Not Set/ શું તમે જાણો છો વોટર પ્રૂફ, વોટર રિપેલેન્ટ અને વોટર રેઝિસ્ટન્ટ વચ્ચેનો તફાવત?

વોટર પ્રૂફ: વોટરપ્રૂફ ફીચર સાથે આવેલા ફોનને પાણીમાં નુકસાન થતું નથી. મોટેભાગે, ઘણા સ્માર્ટફોન IP68 અને IP67 પ્રમાણપત્ર સાથે આવે છે, જેનો અર્થ છે કે 30 મીટર ઊંડે સુધી ફોનને પાણીમાં રાખવાથી કંઇ પણ નુકસાન થશે નહીં. આ સાથે, આવા ફોનનો ઉપયોગ પાણીની અંદર ચિત્રો લેવા માટે પણ કરી શકાય છે. સેમસંગ, સોની અને એપલના […]

Tech & Auto

વોટર પ્રૂફ: વોટરપ્રૂફ ફીચર સાથે આવેલા ફોનને પાણીમાં નુકસાન થતું નથી. મોટેભાગે, ઘણા સ્માર્ટફોન IP68 અને IP67 પ્રમાણપત્ર સાથે આવે છે, જેનો અર્થ છે કે 30 મીટર ઊંડે સુધી ફોનને પાણીમાં રાખવાથી કંઇ પણ નુકસાન થશે નહીં. આ સાથે, આવા ફોનનો ઉપયોગ પાણીની અંદર ચિત્રો લેવા માટે પણ કરી શકાય છે. સેમસંગ, સોની અને એપલના ફોન મુખ્યત્વે આ ફીચર સાથે આવે છે.

વોટર રિપેલેન્ટ: આ વોટર પ્રૂફથી એક લેવલ નીચે છે. આનો અર્થ એ થાય છે કે આવા ફોન પર એક પાતળી ફિલ્મ લગાયેલી હોય છે જેના લીધે ફોનમાં પાણી જતું નથી. તે ફોનની અંદર અને બહાર બંને બાજુ લગાયેલુ હોય છે. સામાન્ય ફોનની તુલનામાં આ ટેકનોલોજીથી સજ્જ ફોન પાણીમાં ખરાબ થયા વિના લાંબા સમય સુધી રહી શકે છે.

વોટર રેઝિસ્ટન્ટ: વોટર રેઝિસ્ટન્ટ આ કેટેગરીમાં સૌથી નીચા લેવલ પર છે. જો તમારો ફોન વોટર રેઝિસ્ટન્ટ છે તો પાણીમાં નાખવું સહેજ પણ યોગ્ય નથી. આનો અર્થ એ નથી કે તમારા ફોન પર પાણીના થોડા છાંટાથી કઈ નુકસાન થશે, પરંતુ વધુ પાણીના લીધે ફોન માં નુકસાન ચોક્કસપણે થશે.