Surat News : થોડા દિવસ અગાઉ પણ પીપલોદ રોડ ઉપર આવેલા વીઆર મોલને ઈમેલથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આજે ફરી એક વખત મોલને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. એસઓજી અને પીસીબીની ટીમ સહિત અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ વીઆર મોલ ખાતે પહોંચી ગઈ હતી.
વી.આર મોલને ઈ-મેલથી ધમકી આપવામાં આવી છે. ઈમેલમાં બોમથી બોલને ઉડાવી દેવાની ધમકી મળતાંની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરતના પોશ વિસ્તારમાં આવેલા વીઆર મોલમાં આજે રજાના દિવસે અને રક્ષાબંધન નિમિત્તે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે અને હરવા-ફરવા માટે પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાંની સાથે જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા હતા અને તમામ પ્રકારના અગમચેતીના પગલાં લેવાના શરૂ કરી દેવાયા હતા. સૌપ્રથમ પોલીસ દ્વારા મોલ ખાલી કરાવવામાં આવ્યો હતો, જેથી કરીને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને.
અગાઉ આ વર્ષે જ 9મી એપ્રિલે સુરતનો સૌથી મોટો વીઆર મોલને ધમકી મળતાં પોલીસે ખાલી કરાવ્યો હતો. મોલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ઘમકી મળતાં પોલીસ તુરંત એક્શન મોડમાં આવી હતી. 3 ટીમ સુરત સિટી, સુરત રૂરલ અને નવસારી પોલીસની ટીમ મોલમાં તપાસમાં લાગી હતી. ધમકી મળ્યાંના દિવસે સાડા ત્રણ વાગ્યાથી મોલમાં તપાસ શરૂ કરી હતી, જે મોડી રાત સાડા આઠ કલાક સુધી ચાલી હતી. પાંચ કલાકમાં પોલીસે મોલનો ખૂણેખૂણો સ્કેન કરી લીધો હતો. જો કે, પોલીસની તપાસ દરમિયાન બોમ્બ જેવું કંઈ મળ્યું ન હતું. સુરત VR મોલને એક મેઈલ આવ્યો જેમાં લખ્યું હતું કે, ‘જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’. ધમકી ભર્યો મેઇલ મળતાં ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યુ હતું. ઉમરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. મેઇલ મળતાની સાથે જ મેનેજમેન્ટ દ્વારા બધાને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મોલની અંદર બહાર નીકળવા માટે લોકોમાં નાસભાગ મચી હોય એવા દૃશ્યો સામે આવ્યા હતા.
આ પણ વાંચો: મુંબઈની સાયન હોસ્પિટલમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર હુમલો, લડાઈ બાદ નશામાં ધૂત લોકોએ નિશાન બનાવી
આ પણ વાંચો: સારવાર બાદ દર્દીની હાલતમાં કોઈ ફર્ક કેમ નથી કહી ડોક્ટર પર હુમલો કરતાં શખ્સનો વિડીયો આવ્યો સામે
