Kutch News/ કચ્છમાં જુગાર રમતાં-રમતા યુવકની થયેલી હત્યા

જુગાર બધી રીતે ખરાબ હોવાનું ફરીથી પુરવાર થયું છે. કચ્છમાં જુગાર રમતા યુવકની હત્યા થઈ છે. ઝગડો થતાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી છે. ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં આ હત્યા કરવામાં આવી છે. નરેશ માતંગ નામના યુવાનની હત્યા કરવામાં આવી છે.

Gujarat Others Breaking News

Kutch News: જુગાર બધી રીતે ખરાબ હોવાનું ફરીથી પુરવાર થયું છે. કચ્છમાં જુગાર રમતા યુવકની હત્યા થઈ છે. ઝગડો થતાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી છે. ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં આ હત્યા કરવામાં આવી છે. નરેશ માતંગ નામના યુવાનની હત્યા કરવામાં આવી છે. મર્ડરના આ કેસમાં ઉશ્કેરણી કરનારા પિતા અને હત્યા કરનારા પુત્ર સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીધામના સુંદરપુરીમાં રક્ષાબંધનની પુર્વ મોડી રાત્રે જુગાર રમતા શખ્સો વચ્ચે ઝગડો થયો હતો. જેમાં આરોપીએ ઉશ્કેરાઈને ભેટમાં રાખેલી છરી કાઢીને સાથે રમતા એક યુવાનના પગમાં મારી દેતા ગંભીર ઈજાઓથી તેનું મોત નિપજ્યું હતું.

ગાંધીધામ એ ડિવીઝન પોલીસ મથકે વેરશીભાઈ દાદુભાઈ માતંગએ આરોપીઓ મોહન ખીમજી જટ, મેઘજી અરજણભાઈ માતંગ, પ્રેમજી ઉર્ફે પપ્પુ અરજણભાઈ માતંગ અને ખીમજી વેલજી જટ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત રોજ તહેવારો હોવાથી તેવો પોતાના ઘરે ઉંઘી ગયા હતા. ત્યારે રાત્રીના અઢી વાગ્યે તેમના મોટા પુત્રએ તેમને જગાડ્યા અને કહ્યું તેમના નાના પુત્ર 25 વર્ષીય નરેશને છરી લાગતા હોસ્પિટલ લઈ જઈએ છીએ તેમ કહેતા તેમણે પણ દોટ મુકી હતી અને સ્ટર્લીંગ હોસ્પિટલ લઈ જતા યુવાનનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હોવાનું હાજર તબીબે જણાવતા મૃતદેહને રામબાગ હોસ્પિટલ લઈ જવાયો હતો.

આ ઘટનાક્રમ કઈ રીતે બન્યો તેની તપાસ કરતા સામે આવ્યું કે નરેશ સાથે આરોપી મોહન તથા પપ્પુ અને મેઘજી પતાનો જુગાર રમતા હતા ત્યારે મેઘજી અને પપ્પુ નરેશ વચ્ચે ઝગડો થયો હતો. દરમ્યાન અવાજ સાંભળીને મોહનના પપ્પા ખીમજી ભાઈ પણ ત્યાં આવી જતા અને તેમણે પણ નરેશને મારીને કહ્યું કે ‘મારી નાખો’ એમ કહેતા મોહને તેની ભેટમાંથી છરી કાઢીને નરેશને મારતા નરેશને જમણા પગમાં ઉંડો ઘા લાગ્યો હોવાથી તે પડી ગયો હતો. આ દશ્ય જ્યારે ચોકમાં તેમણે જોયું તો મૃતક ચોકમાં પડેલો હતો અને હાથમાં છરી સાથે મોહન જટ ઉભો હતો. જુગાર રમતા રમતા થયેલા ઝગડામાં આ ઘટનાક્રમ બનવા પામ્યો હતો જે હત્યામાં પરીણમ્યો હતો. પોલીસે આરોપી સામે હત્યાની કલમો તળે ગુનો નોંધીને તપાસનો દોર હાથ ધર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હોર્ન વગાડવા જેવી નજીવી બાબતમાં હત્યા કરી દેવાઈ

આ પણ વાંચો: ત્રણ વર્ષના બાળકની હત્યા કરનારા માતાપુત્રને આજીવન કેદ

આ પણ વાંચો: મહેસાણામાં પરીણિતાની હત્યાના વર્ષ બાદ ગુનો નોંધાયો, પતિએ જ કરી હતી હત્યા