'Lateral Entry' issue/ બંધારણની થઈ જીત! લેટરલ એન્ટ્રી મામલે કોંગ્રેસ નેતાઓનું કેન્દ્ર પર નિશાન

લેટરલ એન્ટ્રીથી ભરતી મામલે કેન્દ્રએ પ્રતિંબધ લગાવ્યો. આજે પીએમ મોદીના નિર્દેશ પર UPSCમાં કરાતી સીધી ભરતી પર રોક લાગી છે.

Top Stories India Breaking News

Congress Leader :  લેટરલ એન્ટ્રીથી (lateral entry) ભરતી મામલે કેન્દ્રએ પ્રતિંબધ લગાવ્યો. આજે પીએમ મોદીના નિર્દેશ પર UPSCમાં કરાતી સીધી ભરતી પર રોક લાગી છે. લેટરલ એન્ટ્રી મામલે કેન્દ્ર (Central)એ યુટર્ન લેતા કોંગ્રેસ નેતાઓ (Congress leaders)એ કેન્દ્ર (ણ) પર પ્રહાર શરૂ કર્યા છે. રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા બંધારણની જીત થઈ હોવાનું ટ્વીટ કરી રહ્યા છે.

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે અમે સંવિધાન અને અનામતની હંમેશા રક્ષા કરીશું. ભાજપ (BJP)ની મનમાની નહિ ચલાવી લઈએ. અમે જાતિગણના પર ભાર મૂકીએ છીએ જેથી સામાજિક ન્યાય સુનિશ્ચિત થઈ શકે.

મલ્લિકાર્જુન ખડગેએ લિટરલ એન્ટ્ર મામલે કહ્યું કે  માર્ચ 2024 માં, શ્રી રાહુલ ગાંધીએ દલિત અને પછાત વર્ગ અનામત કૌભાંડ અંગે વડા પ્રધાનને પત્ર લખીને વંચિત ઉમેદવારોનો અવાજ ઉઠાવ્યો હતો. યોગી સરકારે ઉમેદવારો સાથે અન્યાય કરીને આ પદો ભર્યા હતા, જેમાં તેમની પાસેથી દલિતો અને પછાત વર્ગોના અનામતનો બંધારણીય અધિકાર છીનવાઈ ગયો હતો. હવે અમને ખબર પડી કે બીજેપીના સાથી પક્ષના કેન્દ્રીય મંત્રીએ નોકરીમાં અનામતમાં ગોટાળા તરફ સરકારનું ધ્યાન શા માટે દોર્યું હતું ભારતના બંધારણમાં સમાવિષ્ટ આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાયની જોગવાઈઓનો સંપૂર્ણ અમલ કરવો જરૂરી છે. આથી કોંગ્રેસ પાર્ટી સામાજિક ન્યાય માટે જાતિ ગણતરીની માંગ કરી રહી છે.

આપણા દલિતો, આદિવાસીઓ, પછાત અને નબળા વર્ગો માટે સામાજિક ન્યાય માટેની કોંગ્રેસ પાર્ટીની લડાઈએ આરક્ષણ છીનવી લેવાની ભાજપની યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી છે.

કોંગ્રેસ પક્ષના ટ્વીટ પર લિટરલ એન્ટ્રી મામલે મોદી સરકારની નિષ્ફળતાને લઈને પ્રહાર કરવામાં આવ્યા.

લિટરલ એન્ટ્રીથી સરકારી વિભાગોમાં સીધી ભરતી મામલે કેન્દ્ર સરકારે યુટર્ન લીધો છે. આ મામલામાં કોંગ્રેસ પક્ષ તરફથી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ એનડીઓના સાથી દળો પણ આ મામલે સરકાર સાથે સમંત ના થતા આખરે સરકાર લિટરલ એન્ટ્રીથી ભરતી મામલે પ્રતિબંધ મૂકયો.