Mantavya Vishesh: એક સવાલ… જે આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચ્યો છે.કોઈ મહિલા સાથે જાતીય હુમલો કરવાની દિશામાં આરોપી આગળ વધી જાય… તો શું ગુનો પૂરો ન થયો હોવાથી તેને માત્ર ‘તૈયારી’ કહી શકાય? બિહારના 18 વર્ષ જૂના એક કેસમાં પટના હાઈકોર્ટના (Patna High Court) ચુકાદા બાદ આ જ સવાલ ફરી ચર્ચામાં છે. હાઈકોર્ટની કેટલીક ટિપ્પણીઓ સામે સુપ્રીમ કોર્ટે વાંધો વ્યક્ત કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે કહ્યું છે કે આરોપીનો પક્ષ સાંભળ્યા બાદ આ ચુકાદો રદ પણ થઈ શકે છે.
Supreme Court: ગુનો અધૂરો રહ્યો તો આરોપી બચી જશે?
કહાની 20 જાન્યુઆરી 2008ની છે.બિહારના બાંકામાં એક યુવતી પોતાના પિતા સાથે ફોટો પડાવવા સ્ટુડિયોમાં ગઈ હતી. આરોપ હતો કે સ્ટુડિયો માલિકે દરવાજો બંધ કર્યો. યુવતીના કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો અને તેની સાથે જાતીય હુમલો કર્યો.કેસ નીચલી અદાલતમાં પહોંચ્યો.2013માં આરોપીને બળાત્કારના પ્રયાસના ગુનામાં દોષિત ઠેરવાયો(Sexual Offence Law) . ત્રણ વર્ષની સજા થઈ.પરંતુ વાત અહીં પૂરી ન થઈ.આરોપીએ પટના હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો. અને પછી… લગભગ 13 વર્ષ બાદ, 9 જુલાઈ 2026ના રોજ હાઈકોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો.
હાઈકોર્ટના તર્કમાં ત્રણ મહત્વની બાબતો હતી.કેસમાં બળાત્કારના પ્રયાસનો તબીબી પુરાવો નહોતો.સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ હતો.અને તપાસ તથા પુરાવામાં પણ કેટલીક ખામીઓ હતી.હાઈકોર્ટે ઘટનાને મહિલાની મર્યાદા ભંગ કરનારી ગણાવી, પરંતુ બળાત્કારના પ્રયાસનો ગુનો સાબિત થયો નથી એવું માન્યું.
હવે અહીંથી વાર્તામાં મોટો વળાંક આવે છે.સુપ્રીમ કોર્ટ આ ચુકાદાની કેટલીક ટિપ્પણીઓ પર સવાલ ઉઠાવી રહી છે.કારણ કે કાયદામાં એક મહત્વનો તફાવત છે…તૈયારી અને પ્રયાસ વચ્ચેનો…..ગુનો કરવાની યોજના બનાવવી, સાધનો ભેગા કરવા જેવી બાબતો તૈયારી હોઈ શકે.પરંતુ જ્યારે તૈયારી પૂરી થઈ જાય અને આરોપી ગુનો પૂર્ણ કરવાની દિશામાં સીધું પગલું ભરે… ત્યારે સવાલ ‘પ્રયાસ’નો બને છે..એટલે કોઈ ગુનો અંતિમ તબક્કા સુધી પહોંચ્યો કે નહીં, એટલું જ નહીં… આરોપીએ ત્યાં સુધી પહોંચવા માટે શું કર્યું, એ પણ કાયદામાં મહત્વનું બની શકે છે.
અને આ પહેલી વખત નથી કે આવો સવાલ ઉઠ્યો હોય.અલ્હાબાદ હાઈકોર્ટના એક અલગ કેસમાં પણ જાતીય હુમલાની ઘટનાને બળાત્કારના પ્રયાસ કરતાં ‘તૈયારી’ ગણાવાઈ હતી.સુપ્રીમ કોર્ટે એ નિર્ણય બાદમાં રદ કર્યો હતો.ત્યારબાદ યૌન અપરાધોના કેસમાં અદાલતો (Indian Judiciary) કેવી ભાષા વાપરે, પીડિતાની ગરિમા કેવી રીતે જળવાય અને આવા કેસોની સુનાવણી કેટલી સંવેદનશીલ રીતે થાય, તેના માટે માર્ગદર્શિકા તૈયાર કરવાની પ્રક્રિયા આગળ વધી.
એટલે પટના હાઈકોર્ટનો આ કેસ માત્ર એક આરોપી નિર્દોષ થયો કે નહીં… એટલો જ સવાલ નથી.આ કેસ હવે એક મોટા કાનૂની સવાલનું કેન્દ્ર બન્યો છે.જાતીય અપરાધમાં ‘તૈયારી’ ક્યાં પૂરી થાય છે… અને ‘પ્રયાસ’ ક્યાંથી શરૂ થાય છે?સુપ્રીમ કોર્ટ હવે પટના હાઈકોર્ટના ચુકાદા પર શું નિર્ણય કરે છે, એ જોવાનું રહેશે.કારણ કે અંતે સવાલ એક જ છે…ગુનો પૂરો થયો કે નહીં, તેની સાથે એ પણ જોવાનું કે આરોપી ગુનો પૂર્ણ કરવાની દિશામાં કેટલું આગળ વધી ચૂક્યો હતો.
આ પણ વાંચો: કોનું કામ બોલશે, કોના પર સવાલ? PM MODI એ બોલાવ્યો મંત્રીઓનો ‘ક્લાસ’
આ પણ વાંચો: BSPમાં ઈશાન આનંદને મળી જવાબદારી, આકાશ આનંદ બાદ ભાઈને આગળ વધારવાની તૈયારી
આ પણ વાંચો: SIR પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચમાં 14 વખત વાંધા
