Health Tips/ પીરિયડ્સમાં નબળાઈ અને થાકથી બચવા માટે શું ખાવું? ડાયેટ રુટિન વિશે જાણીએ એક્સપર્ટ પાસેથી!

પીરિયડ્સ (Periods) એ એક નિયમિત પ્રક્રિયા છે જે સ્ત્રીઓના શરીરમાં દર મહિને થાય છે. આ દરમિયાન, સ્ત્રીઓના શરીરમાં ઘણા પ્રકારના હોર્મોનલ ફેરફારો થાય છે….

Trending Tips & Tricks Health & Fitness Lifestyle
Periods દરમિયાન અપનાવવા જેવી 6 રેસિપીઝ!

Health Tips: પીરિયડ્સ (Menstruation Periods) દરમિયાન હોર્મોનલ પરિવર્તનો (Hormonal Changes)ના કારણે મોટાભાગે મહિલાઓમાં નબળાઈ, થાક, પેટનો દુ:ખાવો અને મૂડ સ્વિંગ્સ (Weakness, Fatigue, Abdominal pain, and Mood swings) જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે! આ સંજોગોમાં ડાયેટનું વિશેષ ધ્યાન રાખવું જરુરી છે. જાણીએ કે એક્સપર્ટ આ વિશે શું કહે છે? ન્યુટ્રિશનિસ્ટના મતે પીરિયડ્સના દિવસોમાં ડાયેટમાં કઈ-કઈ વસ્તુઓને સામેલ કરવી જોઈએ જેથી શરીરને આવશ્યક પોષક તત્વો અને એનર્જી (Nutrition & Energy) મળી શકે!

પીરિયડ્સ (Menstruation Periods) એ એક નિયમિત પ્રક્રિયા છે જે સ્ત્રીઓના શરીરમાં દર મહિને થાય છે. આ સમય દરમિયાન, સ્ત્રીઓના શરીરમાં ઘણા પ્રકારના હોર્મોનલ ફેરફારો થાય છે. જેના કારણે મોટાભાગની સ્ત્રીઓ મૂંઝવણમાં રહે છે કે તેમણે આ સમયે કસરત કરવી જોઈએ કે નહીં. જોકે, ડોકટરોના મતે, સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન હળવી કસરત કરી શકે છે. પીરિયડ્સ દરમિયાન હળવી કસરત કરવાથી શરીરમાં એન્ડોર્ફિન મુક્ત થાય છે, જે કુદરતી પેઇનકિલર તરીકે કામ કરીને દુ:ખાવો ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ ઘણી વખત સ્ત્રીઓ અજાણતાં કેટલીક એવી કસરતો કરે છે જેના કારણે પેટમાં દુખાવો, ઉબકા કે ચક્કર આવે છે.

પીરિયડ્સ દરમિયાન કોફી (Coffee)  પીવી જોઈએ કે નહીં તે ગંભીર વિષય છે કારણ કે તેના પર દરેકના અલગ-અલગ અભિપ્રાય છે. કેટલાક લોકો ચા અને કોફી પીવાનું પસંદ કરે છે અને તેને સુરક્ષિત માને છે તો કેટલાક લોકો કોફીને હાનિકારક માને છે. આ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે, પીરિયડ્સ મહિલાઓ માટે સંવેદનશીલ સમય છે. આમાં, તંદુરસ્ત અને સારી આદતોને અનુસરવાની સાથે, તમારે ખોટી ખાવાની આદતોથી પણ બચવાની જરૂર છે. પોતાને ફિટ રાખવા માટે માસિક સ્ત્રાવના દિવસોમાં ડાયેટમાં કઈ-કઈ વસ્તુઓને સામેલ કરવી જોઈએ, જેથી શરીરને આવશ્યક પોષક તત્વો અને એનર્જી મળી શકે એ જાણીશું.

પીરિયડ્સ દરમિયાન કેવો આહાર લેવો જોઈએ? (Diet during Menstruation Periods)

ન્યુટ્રિશનિસ્ટના મતે પીરિયડ્સ (Menstruation Periods)ના દિવસોમાં ડાયેટમાં આટલી વસ્તુઓ સામેલ કરવી જોઇએ.

કિશમિશ અને કેસરનું પાણી

1. પલાળેલી કિશમિશ અને કેસરનું પાણી

ન્યુટ્રિશનિસ્ટના મતે, દિવસની શરુઆત કેસરના પાણીમાં પલાળેલી કિશમિશ (Raisins) સાથે કરવી. 8-10 કાળી દ્રાક્ષને 3-4 કેસરના તાંતણા નાખેલા પાણીમાં પલાળવી. રાત્રે પલાળીને સવારે એને ગાળીને પી લેવું. આ સાથે પલાળેલી બદામ અને અખરોટનું સેવન પણ કરવું.

2. એપલ ફાઈબર બાઉલ રેસિપી

ત્યાર બાદ, નાસ્તામાં સ્ટ્યૂડ એપલ ફાઈબર બાઉલ સામેલ કરવો જેથી શરીરને ફાઈબર મળી રહે અને પીરિયડ દરમિયાન કબજીયાત ન રહે. આ માટે છોલેલા 2 સફરજન (Apple)ને થોડા તજ સાથે નરમ થાય ત્યાં સુધી પકાવી લો. 6-7 મિનિટ સુધી પકાવ્યા બાદ એમાં પલળેલા ચિયા સીડ્સ, 1 મોટી ચમચી અળસી પાવડર, 1 મોટી ચમચી શેકેલા કોળાના બીજ, કેટલાક પલાળેલા કિશમિશ, 2 સૂકા જરદાળુ અને 3-4 ચમચી દાડમના દાણા ઉમેરો. આ તમામ સામગ્રીને એકસાથે મિક્સ કરીને તમારો ફાઈબર રિચ બાઉલ તૈયાર કરી લો.

3. વેજીટેબલ જ્યૂસ

આ માટે એક બીટ, અડધું ગાજર, અડધો કપ કોથમીર, ફુદીનાના પાન…આટલી સામગ્રીને વાટીને એેને ગાળી લેવું અને ત્યાર બાદ લીંબુનો રસ મિક્સ કરીને આ પીણા વેજીટેબલ જ્યૂસ (Vegetable Juice)નું સેવન કરો.

જુવારની રોટલી

4. જુવારની રોટલી

લંચમાં ચમે જવારની રોટલીની સાથે બીન્સનું શાક અને દહીંનું સેવન કરી શકો છો. જુવારની રોટલી બનાવવા માટે તમારે જુવારનો લોટ (Juvar Flour) લઈને એમાં સમારેલી ડુંગળી, કોથમીર, લીલા મરચાં, મીઠું અને મરી પાવડર મિક્સ કરી લો. નવશેકા પાણી વડે નરમ લોટ બાંધો. જે રીતે રોટલી બનાવીએ એમ રોટલી બનાવી લો. બંને તરફ સોનેરી રંગની અને સારી રીતે શેકી લો.

5. પનીર મખાના ટિક્કી

ડિનરમાં તમે બેલેન્સ્ડ આહાર લઈ શકો છો અને એમાં દાળ, ભાત અને પનીર મખાના ટિક્કી સામેલ કરી શકો છો. પનીર મખાના ટિક્કી (Paneer Makhana Tikki) બનાવવા માટે મખાના પલાળવા દેવા અને પાણી કાઢી દેવું. પલાળેલા મખાના, છીણેલું પનીર, 1 બાફેલું બટાટું, છીણેલું ગાજર, બાફેલા વટાણા, કોથમીર, લીલા મરચા, ચાટ મસાલો, સ્વાદાનુસાર મીઠું, મરી પાવડર અને તમારા મનપસંદ મસાલા મિક્સ કરો. બધું મિક્સ કરીને એની નાની-નાની ટિક્કી બનાવી લો. એને તવા પર બંને તરફ સોનેરી અને કુરકુરી થાય ત્યાં સુધી શેકી લો.

જાસૂદની ચા (2)

 

6. હિબિસ્કસ ચા

રાતના સમયે 1 કપ પાણીને 3-4 મિનિટ સુધી ઉકાળી લો. ગૅસ બંધ કરી દો અને 1 નાની ચમચી સૂકા જાસૂદના ફૂલનો ભૂકો ઉમેરો અને 7-10 મિનિટ સુધી ઢાંકી દો અને એને ગાળીને ગરમ-ગરમ જાસૂદની ચા (Hibiscus Tea) પીઓ.


આ પણ વાંચો: એક્સર્સાઇઝ કરવાથી ચીની યુવતીના પીરિયડ્સ બંધ થઇ ગયા! હોર્મોનનો રિપોર્ટ જોઇ ડૉક્ટર આશ્ચર્યચકિત્..!!

આ પણ વાંચો: પીરિયડ્સ દરમિયાન આ 3 કસરતો ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડશે

આ પણ વાંચો: શું પીરિયડ્સ દરમિયાન કોફી પીવી સલામત છે? ડોક્ટર પાસેથી જાણો ફાયદા અને ગેરફાયદા