Surendranagar News/ પાટડીમા જુગાર બંધ કરાવવા યુવાનની રજૂઆત, ફરીયાદ ધ્યાનમાં ના લેવાતી હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડીના વિરમગામ દરવાજા બહારના વિસ્તારમાં જાહેરમા બેફામ જુગાર ધમધમતો હોવાની યુવાનની ફરિયાદ.

Top Stories Gujarat Others

Surendranagar News:

  • વારંવાર રજૂઆત કરવા છતાં પાટડી પોલિસ ધ્યાને નથી લેતી યુવાનના આક્ષેપ
  • ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિરમગામ દરવાજા બહાર બેફામ જુગારનો ધમધમાટ
  • પાટડી પોલિસની કામગીરી સામે સવાલ

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડીના વિરમગામ દરવાજા બહારના વિસ્તારમાં જાહેરમા બેફામ જુગાર ધમધમતો હોવાની રાવ સાથે એક યુવાન પાટડી પોલીસ મથકે સતત બે દિવસથી રૂબરૂ તથા ટેલીફોનિક માધ્યમથી રજૂઆત કરી રહ્યો છે આવા તત્વોના ભયના કારણે વિસ્તારના લોકો રજૂઆત કરવા જતાં નથી યુવાનના સાહસની સરાહના થઈ હતી પાટડી પોલીસ દ્વારા જુગાર ધામ પર દરોડો પાડવામાં ન આવતા પાટડી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા હતા.

પ્રાથમિક શાળાને બનાવ્યું જુગારધામ, ત્રણ પકડાયા

ગત વર્ષે પણ આ વિસ્તારમાં જુગારધામ બેફામ ધમધમતું હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે આ વર્ષે પણ વિરમગામ દરવાજા બહાર આવેલ વાડીવાસ, ગામ તળાવની પાળ સહિત અનેક સ્થળે બેફામ જ્ન્ના નામનો જુગાર અમુક અસામાજિક તત્વો દ્વારા રમાડવામાં આવી રહ્યો હોવાની રાવ થઈ છે યુવકે વિડિયો દ્વારા આપેલ માહિતી પ્રમાણે જાહેરમા ચાલતા જુગારધામના કારણે અસામાજિક તત્વો એક એકઠા થઈ રહ્યા છે અને વિસ્તારમાં મહિલાઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાટડી પોલીસ દ્વારા વિરમગામ દરવાજા બહાર ચાલતા જુગાર ધામ પર અંકુશ લાવવામાં આવે અને અસામાજિક પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તે જરૂરી બને છે ઉલ્લેખનીય છે કે શરૂઆતના દિવસોમાં પાટડી પોલીસે તળાવની પાળ પાસે માહિતીને આધારે રેડ કરી હતી પરંતુ ખુલ્લામાં જુગાર રમતા શખ્સો નાસી છૂટ્યા હતા જ્યારે પાટડી પોલીસને કોઈ માહિતી આપે અને પોલીસ રીડ કરવા પહોંચે તે પહેલા જ આ જુગારીઓ ઉભા થઈને નીકળી જતા હોવાની ચર્ચા જાગી છે આથી પોલીસ નીકળતી હોવાની માહિતી કોઈ દ્વારા અપાતી હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.  બોડી વોર્ન કેમેરા સામે રેઇડ કરવામાં નથી આવતી.

Gambling dens seized from three different places in Bharuch district, Rs. 15 arrested with Rs 1.80 lakh in cash, four absconding | જુગારધામ પર પોલીસના દરોડા: ભરૂચ જિલ્લાના ત્રણ અલગ અલગ સ્થળેથી

જ્યારે પોલીસને માહિતી મળે છે ત્યારે પોલીસ દ્વારા સ્થળ પર રેઈડ કરવામાં આવે છે પરંતુ બોડી વોર્ન કેમેરા લગાવવામાં આવતા નથી નવા કાયદાનો ઉલ્લઘન થતું હોય જેથી પોલીસ બોડી વોર્ન કેમેરા સાથે રેઈડ કરે તો આવા શખ્સો છટકી શકે નહીં. રાજકીય નેતાઓ ભલામણ માટે પહોંચી જતા હોવાની રાવ. જ્યારે પોલિસ દ્વારા રેઈડ કરી આવા શખ્સોને ઝડપી પાડવામાં આવે ત્યારે અમુક રાજકીય પક્ષના નેતા ભલામણ માટે પહોંચી પોલિસનુ મોરલ ડાઉન કરતા હોવાની પણ ચર્ચાઓ જાગી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેનદ્રનગરમાં અગરિયાઓને રાહત, 1187 અગરિયાને સોલારપંપ માટે આર્થિક સહાય

આ પણ વાંચો: એવું તો શું થયું કે જનેતાએ જ પોતાની દીકરી પર કર્યો જીવલેણ હુમલો,જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: સુરેનદ્રનગરમાં અગરિયાઓને રાહત, 1187 અગરિયાને સોલારપંપ માટે આર્થિક સહાય