Rajkot News/ જૈન દેરાસરમાં યુવક પર છરીથી હુમલો, યુવક ICUમાં હાલત ગંંભીર

રાજકોટ (Rajkot)માં જૈન દેરાસર (Jain Derasar)માં યુવક (Youth) પર છરીથી હુમલો (Attack) થયાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ (Rajkot)માં જૈન દેરાસર (Jain Derasar)માં યુવક (Youth) પર છરીથી હુમલો (Attack) થયાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી જવા પામ્યો. યુવક પર હુમલાના CCTV સામે આવ્યા છે. CCTVના વીડિયોમાં દેખાય છે કે યુવક દર્શન કર્યા બાદ પાઠનું વાંચન કરતો હોય છે ત્યારે અચાનક એક વ્યક્તિ પાછળથી આવી છરીથી હુમલો કરે છે. યુવકની આસપાસ હાજર રહેલ વ્યક્તિઓ તેને બચાવવા પ્રયાસ કરતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જાય છે. યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.

શહેરમાં આ ઘટના શાસ્ત્રી મેદાન પાસે આવેલ જૈન દેરાસરમાં બનવા પામી. આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ જૈન દેરાસરમાં ઘાયલ થયેલ યુવકનું નામ અમિત સગપરિયા છે. અમિત સગપરિયા મવડી વિસ્તારમાં રહે છે અને હાર્ડવેરનું કારખાનું ધરાવે છે. અમિત સગપરિયા જૈન દેરાસરમાં તેમના ભગવાનના દર્શન કર્યા બાદ પ્રાર્થના કરતાં કોઈ પાઠનું વાંચન કરતો હતો.

ત્યારે ભાવેશ ગોલ નામના શખ્સ પાછળથી અચાનક આવ્યો અને એક પછી એક 5 છરીના ઘા ઝીંકી યુવક અમિત પર હુમલો કર્યો. દેરાસરમાં પ્રાર્થના કરતો અમિત છરીથી થયેલ હુમલામાં ગંભીરપણે ઘાયલ થયો. દેરાસરમાં હાજર લોકો તાત્કાલિક અમિતને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. તબીબના કહેવા મુજબ અમિતને એક કરતાં વધુ વખત છરીનો હુમલો થવાથી તેની હાલત અત્યંત ગંભીર છે. ગંભીર સ્થિતિને પગલે અમિત અત્યારે ICUમાં સારવાર લઈ રહ્યો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને 3 દિવસ પહેલાની છે. સીસીટીવી ફૂટેજમાં તમામ હકીકત સ્પષ્ટ દેખાઈ હોવા છતાં ગુનેગાર પોલીસ પકડથી દૂર છે. પીડિત તરફથી હુમલાને લઈને ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ પોલીસ આ ઘટનામાં તાત્કાલિક પગલાં ના લેતા કેમ આરોપીને પકડવામાં ઢીલ કરી રહી છે તેના પર પ્રશ્ન થઈ રહ્યા છે.

રાજ્યમાં ગુના અને ગુનેગારોનું પ્રમાણ વધી રહ્યું છે. ડ્રગ્સ હેરાફેરી, ચોરી અને લૂંટફાટના બનાવો સામાન્ય બન્યા છે અને હવે જૂથવાદ અથવા તો અંગત અદાવતમાં ઘાતકી હુમલાનું પ્રમાણ વધવા લાગ્યું છે. કહેવાય છે કે શિક્ષણ અને શિક્ષા માણસમાં સુધારો લાવે છે પરંતુ આજના સમયમાં શિક્ષણ પ્રાપ્ત કરનારા લોકો ગુનાહીત વલણ તરફ વધુ વધતા હોવાના કિસ્સા રોજબરોજ સામે આવી રહ્યા છે. રાજકોટના દેરાસરમાં યુવક પર હુમલાની ઘટના બતાવે છે કે હવે મંદિરો પણ સુરક્ષિત નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં આઇકોનિક રોડ પર નબીરાઓનો આતંક

આ પણ વાંચો: અમદાવાદમાં નબીરાઓનો આતંક યથાવત,સોલા ભાગવત પાછળ નબીરાએ બેફામ કાર હંકારી

આ પણ વાંચો: ગાંધીનગરમાં બેફામ કાર ચલાવનારા નવ નબીરાઓની કાર સહિત ધરપકડ