Vadodara News/ વડોદરાના પૂરના પાણી ઓસરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં

વડોદરામાં પૂરના પાણી ઓસરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એક્શનમાં આવ્યા છે. તેમણે એક પછી એક બેઠકો કરવા માંડી છે. તેમણે ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી છે. તેઓ સફાઈ અને રોડના પેચ વર્કની કામગીરીનું નિરીક્ષણ કરશે.

Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરામાં પૂરના પાણી ઓસરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એક્શનમાં આવ્યા છે. તેમણે એક પછી એક બેઠકો કરવા માંડી છે. તેમણે ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરી છે. તેઓ સફાઈ અને રોડના પેચ વર્કની કામગીરીનું નિરીક્ષણ કરશે. હર્ષ સંઘવી રાત્રે સાડા અગિયાર વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી બેઠકો કરી હતી. આમ વડોદરાના વહીવટીતંત્રના અધિકારીઓ અને નેતાઓને હર્ષ સંઘવી ઉજાગરો કરાવ્યો હતો. હર્ષ સંઘવી સુરતથી ટ્રેન મારફતે વડોદરા આવ્યા હતા.

મોડીરાત્રિથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમા ફર્યા હતા. વડોદરાની (Vadodara) મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પરનાકાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ઝોનલ મિટિંગ લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, લોકોએ તકલીફ ભોગવી છે તો તેઓ જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું છે.

ધારાસભ્ય મનિષા વકીલ અને કોર્પોરેટર બંદીશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. આથી હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા છે તેનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય મનિષા વકીલ અને કોર્પોરેટર બંદીશ શાહને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. આથી હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા છે તેનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આમ વડોદરામાં આવેલા ઐતિહાસિક વરસાદ અને તેના પછી આવેલા પૂરના પાણી ઓસર્યા પછી તંત્રમાં ધમધમાટ છે. તંત્ર બરોબર કામે લાગી ગયું છે. નાગરિકોની સ્થિતિ અત્યંત કફોડી હોવાનો તેને ખ્યાલ આવી ગયો છે. તેની સાથે નાગરિકોને પણ ખ્યાલ આવી ગયો છે કે તંત્ર પાસેના સાધનો અત્યંત ટાંચા છે અને તેમની મુશ્કેલી વિકરાળ છે.

તેથી નાગરિકો પણ આગળ આવી રહ્યા છે અને નાના-નાના જૂથ બજાવીને લોકોને મદદ કરવા મેદાનમાં ઉતર્યા છે. આ સિવાય એનજીઓ અને ધાર્મિક સંગઠનો પણ લોકોને મદદ કરવા માટે મેદાનમાં ઉતર્યા છે. પૂરના પાણી ઓસરવાની સાથે-સાથે પરિસ્થિતિનું વધુને વધુ બિહામણું સ્વરૂપ સામે આવી રહ્યુ છે.

પહેલા તો સમગ્ર શહેરમાં વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. બીજું પાણીજન્ય રોગચાળો ક્યાંય ન ફેલાય તેના માટે પ્રયત્નો આદરવામાં આવ્યા છે. પાણી ઓસરવાની સાથે દરેક સ્થળે સફાઈ થઈ જાય તે માટે સફાઈ કર્મચારીઓએ જરૂર પડે તો ઓવરટાઇમ કરીને આખુ શહેર સ્વચ્છ કરવાના આદેશ અપાઈ ચૂક્યા છે. જરૂર પડે તો બીજા સફાઈ કર્મચારીઓ મંગાવીને બે શિફ્ટમાં કામ કરાવી સમગ્ર વડોદરાના સ્વચ્છ કરવાનું કહેવાઈ ચૂક્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરાની પૂર આપદામાં રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવતા પહોંચ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો: રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના ડ્રગ્સ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર ‘વિપક્ષ ગૃહસભામાં પ્રશ્નો ઉપસ્થિત કરી શકયો નથી’”

આ પણ વાંચો: કાળા જાદુ અટકાવવા અંગેનું વિધેયક ધર્મ અને અધર્મ વચ્ચેનો મહત્વનો ભેદ સ્પષ્ટ કરશે, ધાર્મિક તમામ પ્રવૃત્તિઓ સન્માનીય : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી