Surat News/ સુરત સ્માર્ટ સિટી હવે બનશે વોટર મેટ્રો સિટી, કેવી સુવિધા મળશે સુરતીઓને…

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં  રાજ્યભરમાંથી તેમજ દેશના અલગ અલગ પ્રાંતમાંથી લોકો અહીં વેપાર-ધંધા માટે અહીં વસવાટ કરે છે. વધતી જતી વસ્તીથી થતી ટ્રાફિકની સમસ્યાને નિવારવી….

Top Stories Gujarat Surat

Surat News: સુરત શહેર (Surat City) ગુજરાત અને દેશમાં ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. ક્લિનેસ્ટ સિટીમાં (Cleanest City) પણ સુરત શહેર આગળ છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં  રાજ્યભરમાંથી તેમજ દેશના અલગ અલગ પ્રાંતમાંથી લોકો અહીં વેપાર-ધંધા માટે અહીં વસવાટ કરે છે. વધતી જતી વસ્તીથી થતી ટ્રાફિકની સમસ્યાને નિવારવી એ અહીં સુરત પોલીસ અને સુરત મ્યનિસિપલ કોર્પોરેશન (Surat Municipal Corporation) માટે પડકારજનક બની ગયું છે. છેલ્લા 10 વર્ષમાં વસ્તી બમણી થઈ જતા કોર્પોરેશન લોકોની સમસ્યા નિવારવા નવો પ્રોજક્ટ લાવવા વિચારણા કરી રહી છે. સિટી અને BRTS બસની સુવિધા અને આવનાર સમયમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ શરૂ થશે, ત્યારે તાપી નદીમાં વોટર મેટ્રો માટે ફિઝિબિલિટી રિપોર્ટ (Feasibility Report) તૈયાર કરાઈ રહ્યો છે.

તાપી નદીમાં વોટર મેટ્રોની શક્યતા ચકાસાઈ રહી છે

વોટર મેટ્રો (Water Metro) એટલે નદી કિનારે કે દરિયાઈ સરહદોથી ઘેરાયેલા આઇલેન્ડ કે શહેરોમાં વોટર મેટ્રો સારો વિકલ્પ સાબિત થાય છે. લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા વોટર મેટ્રોની મદદ લેતા હોય છે. મેટ્રો ટેન, બસની જેમ વોટર મેટ્રોનો ઉપયોગ કરવામાં આવે છે. સુરત શહેરની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ વોટર મેટ્રો પ્રોજેક્ટ સફળ થશે તેમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નરે જણાવ્યું છે. માહિતી મુજબ વોટર મેટ્રો તાપી નદી પર શરૂ કરવામાં આવશે.

તાપીમાં વોટર મેટ્રો તરતી થશે ત્યારે સુરતીઓને ટ્રાન્સપોર્ટનો વિકલ્પ મળશે

વોટર મેટ્રોમાં સંખ્યાબંધ મુસાફરો બેસી શકે તે પ્રકારની બોટ તૈયાર કરવામાં આવે છે. મોટાભાગે આ બોટ ટ્રાન્સપરન્ટ રીતે બનાવવામાં આવતી હોય છે, જેથી કરીને વોટર મેટ્રોમાં બેસનાર વ્યક્તિ નદીનો અને શહેરનો નજારો સારી રીતે જોઈ શકે છે અને તેને માણી શકે છે. અંદાજે 100 મુસાફરો બેસી શકે એ પ્રકારની મેટ્રો તૈયાર કરવામાં આવતી હોય છે. અડાજણ વિસ્તારથી પીપલોદ વિસ્તાર તરફ જઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

કોચીની જેમ સુરતમાં પણ વોટર મેટ્રો તરતી થશે તો દેશનું બીજું સિટી બની જશે

આ પ્રકારનો પ્રોજેક્ટ કેરળના (Kerala) કોચી (Kochi) શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2021થી કોચી શહેરની આસપાસના વિસ્તારમાં જવા માટે લોકો વોટર મેટ્રોનો ઉપયોગ કરે છે. કોચી શહેરની આસપાસના નાના-નાના આઇલેન્ડ પર જવા માટે વોટર મેટ્રોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મોટાભાગની વોટર મેટ્રો ઇલેક્ટ્રિક ઉપર ચાલી રહી છે. જેને કારણે અન્ય કોઈ પ્રદૂષણ થવાની પણ શક્યતા રહેતી નથી. હજી પણ ત્યાં વધુમાં વધુ લોકો વોટર મેટ્રોનો ઉપયોગ કરે તેવા પ્રયાસો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. વર્ષ 2035 સુધીમાં સંપૂર્ણપણે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. વોટર મેટ્રો જો સુરતમાં શરૂ થઈ ગઈ તો સુરત શહેર દેશનું સૌથી લોન્ગેસ્ટ વોટર મેટ્રો ચલાવનારું શહેર બનશે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ઉકાઈમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી ગાંડીતૂર

આ પણ વાંચો:સુરત જિલ્લાના કાકરાપાર ડેમ ખાતે ગંભીર બેદરકારીના દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં મેટ્રો ની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતા સુરત પોલીસ એક્શનમાં