Surat News: ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક વધી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે પાણી છોડવામાં આવી રહ્યું છે. ગઈકાલે પણ ઉકાઈ ડેમમાંથી બે લાખથી વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા આજે 247363 ક્યુસેક પાણી છોડાતા સુરતમાં તાપી નદી ગાંડીતૂર બની છે. હાલ ડેમની સપાટી 336.44 ફૂટે પહોંચી છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

સુરતના અડાજણ વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિર પાસે આવેલા રેવા નગરમાં પાણી ભરાવવાના શરૂ થયા હતા. ગઈકાલે મોડી રાતથી જ પાણી ભરાવાનું શરૂ થતા તંત્ર એલર્ટ થઈ ગયું હતું. વહેલી સવારથી જ તંત્રની ટીમ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ગઈ હતી અને લોકોનું સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું હતું.

રેવા નગરના અસરગ્રસ્ત પરિવારોને નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ અન્ય પરિવારોને પણ પોતાનો માલ સામાન યોગ્ય સ્થાને મૂકી દેવા માટે સૂચના આપી દીધી હતી. વર્ષોથી રહેતા પરિવારો ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિનો સામનો કરતા હોય છે. સુરત પશ્ચિમ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાના વિસ્તારમાં મુલાકાત લીધી હતી. બદ્રીનારાયણ મંદિર પાસે રહેવા નગર ખાતે જઈને લોકોને મળી તેમની વ્યવસ્થા અંગે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર પાણીનો ભરાવો વધુ થાય તેમ પોતે સ્વૈચ્છિક રીતે પણ નજીકની શાળામાં પહોંચી જવા માટેની સૂચના આપી હતી. ફૂડ પેકેટથી લઈને આરોગ્ય વિભાગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તબિયત લથડે તો પણ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા માટે તેમણે સુચના આપી દીધી હતી. તેમજ તેમને મ્યુનિસિપલ કમિશનર તેમજ સ્થાનિક કોર્પોરેશનની ટીમ સાથે પણ ચર્ચા કરી હતી.
સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે જ પાણી ભરાવાના શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પરિવારો છે. તેમને સૌથી પહેલા સ્થળાંતરિત કરી દેવાયા હતા. અધિકારીઓની ટીમ રાત્રે આવી જઈને લોકોને સમજણ આપી હતી. તમામ પ્રકારની યોગ્ય વ્યવસ્થા પણ કરી દીધી હતી. હજી અમારા ઘર સુધી પાણી આવ્યું નથી. પરંતુ અમે અમારો માલસામાન પહેલાથી જ અન્ય સ્થળે ખસેડી દીધો છે. જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને બાજુની શાળાની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. નેતાઓ અને અધિકારીઓ પહેલા જ મળીને ગયા છે.
આ પણ વાંચો:દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણ ભક્તોને લઈ મહત્વના સમાચાર, જાણો જન્માષ્ટમીને લઈ મહત્વનું અપડેટ
આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો સ્વાદિષ્ટ વાનગી ગોપાલકલા
આ પણ વાંચો:દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું મથુરા-વૃંદાવન, જન્માષ્ટમી પર્વની શરૂ થઈ ઉજવણી
