Ahmedabad News : ગુજરાત રાજ્યમાં રેસીડેન્ટ તબીબોએ (Resident Doctors) સ્ટાઈપેન્ડમાં (Stipend) 40ના બદલે 20 ટકા વધારો થતા નારાજ થઈ હડતાળ પર ઉતરી ગયા છે. ગઈકાલે રાજ્ય સરકારે જુનિયર તબીબો (Junior Doctor) અને રેસીડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો કર્યો હતો. તબીબોએ માંગણી કરી છે કે જ્યાં સુધી તેમની માગ નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ બંધ નહીં કરીએ.
રાજ્ય સરકારે 9 જુલાઈના રોજ સ્ટાઈપેન્ડ વધારવાનું વચન આપી ફરી ગઈ છે તેમ તબીબો જણાવી રહ્યાં છે. જેથી રાજ્યના રેસીડેન્ટ તબીબો હડતાળ (Strike) પર ઉતરી ગયા છે. દર પાંચ વર્ષે થતો સ્ટાઈપેન્ડ વધારો 40% ના બદલે માત્ર 20% થતા તબીબો નારાજ થયા છે. શહેરની બી. જે. મેડિકલ સહિત રાજ્યની અન્ય મેડિકલ કોલેજોના કુલ 8000 તબીબો હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપી છે. આવતીકાલથી અનિશ્ચિત મુદત પર હડતાળ પર ડોક્ટર ઉતરશે. હડતાળના પગલે ઇમરજન્સી સેવાઓથી પણ તમામ તબીબો વંચિત રહેશે.
તબીબોએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાત સરકારે 9 જુલાઈના રોજ 40 ટકા સ્ટાઈપેન્ડ આપવાનું વચન આપ્યું હતું. બાદમાં સરકારે 20 ટકા પગાર વધારો કરી આપ્યો છે. રાજ્ય સરકારે સ્ટાઈપેન્ડમાં વધારો કર્યો એ 2021માં જારી કરાયેલા પરિપત્ર મુજબ આગામી 5 વર્ષ સુધી સ્ટાઈપેન્ડમાં વધારો નહીં કરવાના લેખિતમાં આદેશ કરાયા છે.
નવા સ્ટાઈપેન્ડના દર અનુસાર મેડિકલ ઈન્ટર્નને 21,840, ડેન્ટલમાં 20,160, ફીઝિયોથેરાપીમાં 13,440 સ્ટાઈપેન્ડ મળશે. પ્રથમ વર્ષના તબીબોને 100800 બીજા વર્ષમાં 102480, ત્રીજા વર્ષમાં 134400 સ્ટાઈપેન્ડ ચૂકવાશે. મેડિકલ રેસિડેન્ટ ડિપ્લોમાને પ્રથમ વર્ષમાં 75,600 અને બીજા વર્ષમાં 82,320 સ્ટાઈપેન્ડ ચૂકવાશે. તો GMERS મેડિકલ કોલેજના અનુસ્નાતક જૂનિયર અને સીનિયર રેસિડેન્ટ તબીબોને પ્રથમ વર્ષે 100800, બીજા વર્ષમાં 102480, ત્રીજા વર્ષે 105000 સ્ટાઈપેન્ડ મળશે, જેથી તબીબોએ વિરોધ કર્યો છે.
આ પણ વાંચો:રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
આ પણ વાંચો:રાજ્યના કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી નિર્ણય
આ પણ વાંચો:રાજ્ય આરોગ્ય સેવાઓ માટે એકસાથે ૧૧૧૦ જેટલા તબીબો ઉપલબ્ધ થયા
