Chhattisgarh News: છત્તીસગઢના (Chhattisgarh) દંતેવાડામાંથી (Dantewada) એક મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સવારથી ભારતીય સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટરમાં જવાનોએ 9 વર્દીધારી નક્સલીઓને (Naxal) ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર દંતેવાડાના પશ્ચિમ બસ્તર વિભાગ અને બીજાપુર સરહદી વિસ્તારમાં થયું હતું. દંતેવાડાના એસપી ગૌરવ રાયે આ વાતની પુષ્ટિ કરી છે.
દંતેવાડા જિલ્લાના એસપી ગૌરવ રાયે જણાવ્યું કે પોલીસને એક બાતમીદાર પાસેથી માહિતી મળી હતી. તેણે જણાવ્યું કે બૈલાદિલાની પહાડીઓની નીચે લોહા ગામ પુરંજેલ પાસે નક્સલવાદીઓ છે. માહિતી મળતાની સાથે જ ડીઆરજી અને સીઆરપીએફ જવાનોની ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ગૌરવ રાયે વધુમાં જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન સૈનિકોની ટીમ નક્સલવાદીઓના મુખ્ય વિસ્તારમાં પ્રવેશતા જ સૈનિકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેના જવાબમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો.
સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે
એસપી ગૌરવ રાયે જણાવ્યું કે મંગળવારે સવારે 6 વાગ્યાથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ વિસ્તારમાં સવારથી જ ગોળીબાર થઈ રહ્યો છે. એન્કાઉન્ટરની સાથે સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન પણ ચાલુ છે. ભારતીય જવાનોએ પશ્ચિમ બસ્તર વિભાગ સમિતિના નક્સલવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. જેમાં 5 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર
આ પણ વાંચો:4 વર્ષની બાળકી પર બળાત્કાર કરનારા નરાધમને એન્કાઉન્ટર કરી ઝડપી લેવાયો
આ પણ વાંચો:ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો ફરી એન્કાઉન્ટર શરૂ, 1 જવાન ઘાયલ
