Gujarat Weather News: ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની (Rain) આગાહી હવામાન વિભાગે (Metereological Depaartment) કરી છે. આજે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી (Heavy Rain) કરવામાં આવી છે. આજે સાબરકાંઠા, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) અપાયું છે.
ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહેસાણા, ગાંધીનગરમાં યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં કચ્છ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પણ ચક્રવાત બાદ હજુ વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે.

આવતીકાલે 6 સપ્ટેમ્બરે અરવલ્લી, ભાવનગર, વડોદરામાં યલો એલર્ટ અપાયું છે. હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સુન ટ્રફના કારણે વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં તારાજી સર્જી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં (Bay of Bengal) સર્જાયેલી સિસ્ટમને કારણે વર્ષાનું આગમન થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે (IMD) ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં આગાહી કરી છે. ઉતર ગુજરાતમાં બનાસકાઠાં, પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઑગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદે ગુજરાતને ધમરોળ્યું હતું, ત્યારે ફરીથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે.

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે દક્ષિણ ભારતમાં ચક્રવાત નબળું પડી ગયું અને તેની અસર હવે નૈઋત્યના પવનો પર થશે. આગામી દિવસોમાં નવી સિસ્ટમ એક્ટિવ થતાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં આવશે. જેને લઈ ગુજરાત વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. 13 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જોકે, સપ્ટેમ્બર મહિનામાં 20 થી 22 તારીખ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે.
આ પણ વાંચો:આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતને વરસાદથી રહેવું પડશે સાવધાન!
આ પણ વાંચો:ગુજરાતમાં બની ઐતિહાસિક ઘટના, 33માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:IMDની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજે ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ
