Gujarat News/ ક્રિકેટર રવીન્દ્ર જાડેજા BJPની પિચ’ પર રમવા તૈયાર,ભાજપે ખેલાડીનો ‘ખેલ’ પાડ્યો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ઓલરાઉન્ડરના પ્રદર્શનની વાત કરીએ તો તેણે તેની કારકિર્દીમાં 74 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી

Top Stories Gujarat

Gujarat News : ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હવે રાજકારણમાં ડેબ્યૂ કરવા તૈયાર છે. તે ભારતીય જનતા પાર્ટી (BJP)નો સભ્ય બની ગયો છે. જામનગરથી ભાજપનાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. તેમણે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ‘રવીન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે.’ નોંધનીય છે કે રવીન્દ્ર જાડેજાએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 બાદ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે અનેક વખત ચૂંટણીપ્રચારમાં જોડાયો છે. ચૂંટણી દરમિયાન તે પત્ની રિવાબા સાથે ભાજપ માટે પ્રચાર કરતો જોવા મળ્યો હતો, તેણે ઘણા રોડ શો પણ કર્યા હતા. તેની પત્ની રિવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે. હવે રવીન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ લીધું છે. T20 વર્લ્ડ કપ 2024 બાદ રિવાબા અને રવીન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

દર છ વર્ષે એક વખત ભાજપ દ્વારા રાષ્ટ્રીય સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવતી હોય છે. એ અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં બીજી તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાન મોદીએ ભાજપના પ્રાથમિક સદસ્ય તરીકે અભિયાનની શરૂઆત કરાવી હતી. 2 સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપની સદસ્યતા ગ્રહણ કરીને ગુજરાતમાં ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલે સંગઠનમાં નવા કાર્યકરોને આવકાર્યા હતા. રાજ્યના દરેક જિલ્લામાં આ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત જ જાડેજા દંપતીએ ભાજપની સદસ્યતા લીધી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ઓલરાઉન્ડરના પ્રદર્શનની વાત કરીએ તો તેણે તેની કારકિર્દીમાં 74 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ દરમિયાન તેણે 41 ઇનિંગ્સમાં 515 રન બનાવ્યા હતા. આ ફોર્મેટમાં જાડેજાએ 29.85ની એવરેજ અને 7.13ની ઈકોનોમીથી 54 વિકેટ લીધી છે.જાડેજાએ તેની કારકિર્દીમાં અત્યારસુધી 197 વન-ડે રમી છે.

આ દરમિયાન તેણે 132 ઇનિંગ્સમાં 2756 રન બનાવ્યા છે. તેણે વન-ડેમાં 13 અડધી સદી ફટકારી છે. તેણે આ ફોર્મેટમાં એકપણ સદી ફટકારી નથી. આ સિવાય જાડેજાએ 197 મેચમાં 220 વિકેટ ઝડપી છે. 5/33 તેનું વન-ડેમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.
રવીન્દ્ર જાડેજાએ તેની કારકિર્દીમાં અત્યારસુધી 72 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 105 ઇનિંગ્સમાં 36.14ની એવરેજ અને 55.83ની સ્ટ્રાઇક રેટથી 3036 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 20 અડધી સદી અને 5 સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 175 રન છે. એટલું જ નહીં, તેણે ટેસ્ટની 136 ઇનિંગ્સમાં 294 વિકેટ લીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતને વરસાદથી રહેવું પડશે સાવધાન!

આ પણ વાંચો:ગુજરાતમાં બની ઐતિહાસિક ઘટના, 33માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:IMDની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આજે ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ