કચ્છના કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ હેન્ડ ગ્રેનેડ યુએસ આર્મીનો હોવાની આશંકા છે. તપાસમાં બહાર આવ્યું છે કે હેન્ડ ગ્રેનેડ વિદેશથી આયાત કરવામાં આવેલા વેસ્ટ કન્સાઈનમેન્ટમાંથી મળી આવ્યો હતો.મળતી માહિતી મુજબ, કંડલા પોર્ટના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં ગ્રેનેડ હોવાની બાતમી મળતા પૂર્વ કચ્છ એસપી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ કંડલા પોર્ટના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં ગ્રેનેડ હોવાની બાતમી મળતા પૂર્વ કચ્છ એસપી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કંડલા સેઝમાં ગ્રેનેડ કેવી રીતે આવ્યો તેની તપાસ શરૂ કરી હતી. પ્રારંભિક માહિતી અનુસાર, આ હેન્ડ ગ્રેનેડ અમેરિકન આર્મીનો હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતના તમામ ક્લિનિકલ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સની નોંધણી હવે ફરજિયાત
આ પણ વાંચો: સતત બીજા દિવસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ, ટ્રસ્ટના નામે ચલાવતો હતો
