Surat News/ આ સુરતી વેપારી પાસે છે 2,200 કરોડ રૂપિયાના ડાયમંડના ગણપતિ

સુરતના કનુભાઈ પાસે ભગવાન ગણેશની રફ ડાયમંડની બનેલી મૂર્તિ છે. પહેલો હીરો 182.3 કેરેટનો છે અને તેનું વજન 36.5 ગ્રામ છે. ખાસ વાત એ છે કે કોહિનૂર હીરો 105.6 કેરેટનો હીરો છે. જ્યારે આ ગણપતિની મૂર્તિ 182 કેરેટ 53 સેન્ટિની છે, જેની સાઈઝ કોહિનૂર હીરા કરતા પણ મોટી છે.

Gujarat Surat Breaking News

Surat News:   કશું નવું ન કરે તો સુરતીલાલા નહી. હાલમાં ગણેશ વીક ચાલી રહ્યુ છે તે સમયે સુરતના કનુભાઈ પાસે ભગવાન ગણેશની રફ ડાયમંડની બનેલી મૂર્તિ છે. પહેલો હીરો 182.3 કેરેટનો છે અને તેનું વજન 36.5 ગ્રામ છે. ખાસ વાત એ છે કે કોહિનૂર હીરો 105.6 કેરેટનો હીરો છે. જ્યારે આ ગણપતિની મૂર્તિ 182 કેરેટ 53 સેન્ટિની છે, જેની સાઈઝ કોહિનૂર હીરા કરતા પણ મોટી છે. હીરાના વેપારીએ આ ગણેશ હીરાનું નામ ‘કરમ ગણેશ’ રાખ્યું છે. જેની લંબાઈ દોઢ ઈંચ અને પહોળાઈ દોઢ ઈંચ છે. તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં કરમ ગણેશ ડાયમંડની કિંમત 900 કરોડ રૂપિયાની આસપાસ છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે આ હીરાને વિશ્વના સૌથી અનોખા હીરાનો દરજ્જો આપ્યો છે.

બીજા હીરાની વાત કરીએ તો તેનું નામ કૃષ્ણપિંગાક્ષ છે. જે 26.42 કેરેટ છે અને ઊંચાઈ 1.5 સેન્ટિમીટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 750 કરોડ રૂપિયા છે. જ્યારે ત્રીજા હીરાનું નામ કર્મ શુભમ ગણેશ છે જે 8.01 કેરેટનો છે અને તેની ઊંચાઈ 1 સેન્ટિમીટર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ હીરાની કિંમત લગભગ 550 કરોડ રૂપિયા છે. કનુભાઈ કદાચ આ ત્રણ હીરાની કિંમત નથી કહેતા જેમાં ભગવાન ગણેશનું સ્વરૂપ દેખાય છે. પરંતુ દુર્લભ હોવાને કારણે તેની કિંમત હજારો કરોડ રૂપિયા છે. કર્મ ગણેશને વર્ષ 2017માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વિશ્વના સૌથી અનોખા ડાયમંડ સ્ટોનનો રેકોર્ડ મળી આવ્યો છે. તેને ભારતીય ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવ્યું છે. અમેરિકામાં ચૂંટણી પહેલા કર્મ ગણેશની આ તસવીર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસને આપવામાં આવશે. કનુભાઈએ પોતાના ઘરના દરવાજે વિશ્વના સૌથી મોંઘા ગણેશજીની સ્થાપના કરી છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના તહેવાર પર તેઓ તેમના ઘરે તેની સ્થાપના કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જંગલ થીમ: ‘પર્યાવરણ બચાવો’નો મેસેજ આપતા ઈકોફ્રેન્ડલી ગણપતિ

આ પણ વાંચો: માટી નહીં, આ વસ્તુઓથી બનાવો ઈકો ફ્રેન્ડલી ગણપતિ

આ પણ વાંચો: સુરતમાં ચોકલેટના ગણપતિનું અનોખી રીતે વિસર્જન