Surendranagar News/ સાયલા ચોટીલા હાઇવે પર કાર-રીક્ષા વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

સાયલા ચોટીલા હાઈવે પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળક સહિત બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Gujarat Rajkot Breaking News

Surendranagar News: સાયલા ચોટીલા હાઈવે પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળક સહિત બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતનો એક પરિવાર માતાજીના દર્શન કરવા જસદણ નજીકના દહીંસરા ગામે જઈ રહ્યો હતો. ત્યારે સોમવારે સાયલા-ચોટીલા હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા અને ત્રણ માસના બાળકનું મોત થયું છે. સુરતના દહીસરા ગામે પરિવાર દર્શનાર્થે જતો હતો.

બીજી તરફ આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અગાઉ સુરેન્દ્રનગર વડવાણ હાઇવે પર ડમ્પર ચાલકે 4 વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે. જ્યારે સદભાવના ટ્રસ્ટની મહિલા કર્મચારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત મોડલ સ્કૂલ પાસે રીક્ષા અને આઇશર વચ્ચે થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં બસે પલટી ખાધી…અકસ્માત સર્જાતા શાળાના બે બાળકોના મોત, 14 બાળકો ઘાયલ

આ પણ વાંચો:સિક્કિમમાં ગમખ્વાર અકસ્માત, સેનાનું વાહન ખાડામાં ખાબકતા ચાર જવાનોના મોત

આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ભયંકર અકસ્માત, નિર્માણાધીન છત તૂટ