Not Set/ રેલવે લોન્ચ કરશે નવી વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન, ફટાફટ બુક કરી શકાશે ટિકિટ

ભારતીય રેલવે ટૂંક સમયમાં એક નવી વેબસાઇટ અને Android એપ્લિકેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દ્વારા પ્રવાસીઓ પહેલાથી વધુ સરળતાથી અને ઝડપી ટિકિટ બુક કરી શકશે. સમાચાર અનુસાર રેલવેની નવી વૅબસાઇટ પર સરળ લોગીન અને નવી નેવિગેશનની સુવિધા પણ આપવામાં આવશે. આ સાથેજ પ્રવાસીઓને બુકિંગ કરતી વખતે થતી ટાઈમ આઉટની તકલીફ માંથી પણ […]

Uncategorized

ભારતીય રેલવે ટૂંક સમયમાં એક નવી વેબસાઇટ અને Android એપ્લિકેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ દ્વારા પ્રવાસીઓ પહેલાથી વધુ સરળતાથી અને ઝડપી ટિકિટ બુક કરી શકશે. સમાચાર અનુસાર રેલવેની નવી વૅબસાઇટ પર સરળ લોગીન અને નવી નેવિગેશનની સુવિધા પણ આપવામાં આવશે. આ સાથેજ પ્રવાસીઓને બુકિંગ કરતી વખતે થતી ટાઈમ આઉટની તકલીફ માંથી પણ છુટકારો મળશે.

તમને જણાવા માંગશું કે નવી વેબસાઇટ અને એપ્લિકેશનમાં આપવામાં આવેલી તમામ નવી સુવિધાઓમાં ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ની મદદ લેવામાં આવશે. આનાથી મુસાફરોને સેટેલાઇટનો ઉપયોગ કરીને ટ્રેનનું વાસ્તવિક લોકેશન જાણવાની પરવાનગી પણ અપાશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, “આના સહારે રીયલ ટાઈમ પર કોઈ પણ ટ્રેનનો સમય ટ્રેક કરી શકાય છે.” અત્યાર સુધી રેલવેએ આના લોન્ચ કરવાની તારીખ વિશે કંઇ કહ્યું નથી.