Surat News: સુરતના (Surat) સૈયદપુરા વિસ્તારમાં વર્ષોથી ‘રાજા’ ગણેશ તરીકેની ઓળખ ધરાવતા ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારા બાદ સુરતમાં સતત ત્રીજા દિવસ સુરત પોલીસ એક્શનમાં જોવા મળી હતી, વહેલી સવારથી જ સુરતના સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું હતું, આ સાથે જ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ આજે સુરત આવશે તેવી તૈયારીઓ પોલીસ બેડા દ્વારા કરવામાં આવી છે. સૌ પ્રથમ તેઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી મિટિંગ લેશે ત્યારબાદ પથ્થરમારાની ઘટનામાં ધરપકડ થયેલા આરોપીઓની પણ પૂછપરછ કરવામાં આવે તેવી માહિતી મળી છે.

રહી રહી ને હવે સુરત મહાનગરપાલિકા જાગી છે પાલિકા દ્વારા ટીમ બનાવી ગેરકાયદે સ્થળો પર બૂલડોઝર ફેવવામાં આવ્યા છે સૈયદપુરા વિસ્તાર સંવેદનશીલ હોવાથી એ વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી.
હાલ સુરત પોલીસ સૈયદપુરામાં બનેલી ઘટનાને લઈને આખા સુરતની ઉપર બાજ નજર રાખી રહી છે જ્યારે વિવિદ્ય ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સુરત સુરતની શાંતિ ભંગ ના થાય તે માટે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઘટનાની અપડેટ મેળવવામાં આવી રહી છે.

હાલ સુરત પોલીસના કડકાઇ ભર્યા વર્તનને જોઈ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે, કારણકે સુરતના સૈયદપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરાયા બાદ કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે પોલીસે ચપતો બંદોબસ્ત એ સ્થળે તૈનાત કરાયો છે, સુરત પોલીસની કામગીરીની સાથે સુરત મહાનગરપાલિકા તંત્ર પણ અત્યારે કામે લાગી ગયું છે પથ્થર મારાની ઘટના બાદ પાલિકા તંત્ર પણ એકશન મોડમાં આવી ગયું છે, આ સાથે જ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને સુરત શહેર મેયરના આદેશ બાદ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી કાયૅવાહી કરવામાં આવી છે.
કાયૅવાહી અંગે વાત કરતા સુરત શહેર મેયરે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા 16 બંધ લારીઓ,7 કાઉન્ટર, 5 કેબીનો, 19 ટેબલ, તેમજ પરચુરણ સામાન જપ્ત કરાયા છે ,સુડા ની જગ્યા પર કરાયેલા દબાણો દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ગેરકાયદેસર લોકોની ઉપર તવાહી બોલાવવામાં આવી છે અને જે લોકો કાયદેસરની કામગીરીએ સ્થળે કરી રહ્યા છે તેમને કોઈ તકલીફ ન થાય એ પ્રમાણેની કામગીરી હાલ કરવામાં આવી રહી છે.
@રાબિયા સાલેહ
