Ahmedabad News/ બાવળા સીટી સર્વે કચેરીનો મેન્ટેનસ સર્વેયર લાંચ લેતા ઝડપાયો

અન્ય એક આરોપી સામે એસીબીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : જમીનની નોંધ કરાવવા સંદર્ભે બાવળા સીટી સર્વે કચેરીના મેન્ટેનસ સર્વેયરની પાંંચ હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ દરપકડ કરી હતી.આ કેસની વિગત મુજબ ફરિયાદીના અસીલની એન. એ થયેલ જમીનની સીટી સર્વે કચેરી બાવળા ખાતે કાચી નોંધ પડેલી હતી.

બાદમાં તેની પ્રમાણિત નોંધ સંદર્ભે બાવળા સ્થિત સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના મેન્ટેનસ સર્વેયર પંકજ એમ.પટેલે ફરિયાદી સાથે નોંધ પ્રમાણીત કરવા બાબતે વાતચીત કરી રૂ.૫,૦૦૦/- ની લાંચ ની માંગણી કરી હતી. ઉપરાંત આ લાંચના નાણાં આજ રોજ આપી જવાનો વાયદો કર્યો હતો. બીજીતરફ ફરીયાદી આ લાંચ ની રકમ આપવા માંગતા ના હોવાથી તેમણે એ.સી.બી નો સંપર્ક કર્યો હતો. જેને આધારે ACB ની ટીમે સીટી સર્વે કચેરી બાવળા ખાતે લાચનું છટકું ગોઠવ્યું હતું.

જેમાં ફરીયાદી પાસે રૂ.૫,૦૦૦/- ની લાંચની માગણી કરી, સ્વીકારી આરોપી પંકજ પટેલે અન્ય આરોપી (પ્રજાજન) મનસુખ એસ.ઠાકોર સાથે પંચ ની હાજરી માં પૈસા મળી જવા બાબતે ફોન કરી સ્પિકર ઉપર વાત કરી હતી. બાદમાં પંકજ પટેલે નાણાં સ્વીકારવા બાબતે સમર્થનકારક વાતચીત કરી હતી. બાદમાં પંકજ પટેલ સ્થળ ઉપર પકડાઈ ગયો હતો. બીજીતરફ આરોપી મનસુખ ઠાકોર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ:માધુપુરામાં યુવતીનો આપઘાત પ્રેમલગ્ન કર્યાના છ માસમાં જ કર્યો આપઘાત પતિ પિયરમાંથી યુવતીને પૈસા લાવવા દબાણ કરતો યુવતીએ ઘરમા ગળેફાંસો ખાઇને કર્યો

આ પણ વાંચો: રિવરફ્રન્ટ પર યુવતીનો આપઘાત સુરતથી અમદાવાદ આવી કર્યો આપઘાત પતિના મોત બાદ સાસરિયાઓ આપતા હતા ત્રાસ ચારિત્ર્ય પર શંકા માનસિક ત્રાસ આપતા

આ પણ વાંચો: અમદાવાદમાં અલગ અલગ બનાવમાં એક જ દિવસમાં સગીર સહિત ચાર જણાનો આપઘાત