Not Set/ અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીની પોલસે ધરપકડ કરી

આતંકી બુરહાનનાં મોત બાદ ફરાર અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીની પોલસે ધરપકડ કરી લીધી છે.. અલગાવવાદિઓના મહિલા સંગઠન દુખ્તરાને મિલ્લતની પ્રમુખ આસિયાને મંગળવારના બસંત બાગ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવી છે.. પોલીસ આસિયાની 9 જુલાઈથી શોધખોળ કરી રહી હતી.. મહત્વનું છે કે, 9 જુલાઈના હિઝબુલ મુઝાહિદ્દીન કમાન્ડર બુરહાન વાનીનું સુરક્ષા દળો સાથેના અથડામણમાં મોત થયું હતું.. જે […]

Uncategorized

આતંકી બુરહાનનાં મોત બાદ ફરાર અલગાવવાદી નેતા આસિયા અંદ્રાબીની પોલસે ધરપકડ કરી લીધી છે.. અલગાવવાદિઓના મહિલા સંગઠન દુખ્તરાને મિલ્લતની પ્રમુખ આસિયાને મંગળવારના બસંત બાગ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવી છે.. પોલીસ આસિયાની 9 જુલાઈથી શોધખોળ કરી રહી હતી.. મહત્વનું છે કે, 9 જુલાઈના હિઝબુલ મુઝાહિદ્દીન કમાન્ડર બુરહાન વાનીનું સુરક્ષા દળો સાથેના અથડામણમાં મોત થયું હતું.. જે બાદથી જ અલગાવવાદી નેતાઓએ ભડકાઉ ભાષણો આપવાનુ શરૂ કર્યું હતું.. તો ભુગર્ભમાં ઉતરી ગયા બાદ પણ આસિયાના ભડકાઉ ભાષણ ચાલું જ હતા.. 54 વર્ષિય આસિયા પાકિસ્તાનનું સમર્થન કરનાર અલગાવવાદી નેતા છે.. અને પૂર્વમાં પાકિસ્તાની ઝંડા લહેરાવતા આસિયાના ફોટા પણ સામે આવી ચૂક્યા છે.. આ શિવાય મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ પણ એક રેલીમાં ફોન પર આસિયા સાથે સંપર્ક કર્યાની વાત માની ચૂક્યો છે