Gujarat News/ ગુજરાતમાં વીજ કંપનીઓની ઉઘાડી લૂંટ! કોંગ્રેસે કર્યો 500 ટકાવાળા કૌભાંડનો દાવો

મનિષ દોશીએ આક્ષેપ કર્યોકે જે કંપનીઓ સાથે નેતાઓની સાંઠગાંઠ છે તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે

Top Stories Gujarat

Gujarat News : કેન્દ્ર સરકારની યોજનાના નામે PGVCL લૂંટતી હોવાનો આરોપ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કર્યો છે. PGVCL, MGVCL, UGVCL અને DGCVL લૂંટ ચલાવતી હોવાનો તેમનો આરોપ છે. ‘કેન્દ્રની સ્કીમના નામે લેબરના ભાવ કરતા 500 ટકા વધુ ભાવે કોન્ટ્રાક્ટ અપાયા હોવાનો મનિષ દોશીએ આક્ષેપ કર્યો છે. ‘પહેલા 830ના ભાવે થતા કામ ખાનગી કંપની રૂ.3,884માં કરશે તેવું તેમણે કહ્યું.. તો રૂ.1300માં થતા 9 થી 11 મીટરના થાંભલાનું કામ હવે રૂ.5,896માં થશે તેવું તેમણે જણાવ્યું.સાથેજ 13 મીટરના થાંભલાનું કામ 400માં થતું હતું, હવે તે રૂ.1600માં સોંપાયું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો.

11 KV 55 MVCC વાયર લગાવવાનું કામ 4518 હતું, તે કામ 32,239ના ભાવે અપાયું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. આ લૂંટમાં ભાજપના મોટા નેતાઓની સંડોવણી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.. કરોડોનો ખેલ પાડનાર નેતાઓ-અધિકારીઓ સામે કાર્યવાહીની તેમણે માંગ કરી છે. મનિષ દોશીએ આક્ષેપ કર્યોકે જે કંપનીઓ સાથે નેતાઓની સાંઠગાંઠ છે તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમણે માંગ કરી કે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને કેટલા ટકા કમિશન અધિકારીઓ પાસે જવાનું હતું તેની પણ તપાસ કરવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો: સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૦૦ જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે

આ પણ વાંચો: શિક્ષક દિને જ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોનો કાયમી ભરતીને લઈને ઉગ્ર વિરોધ