Health Care/ ઓફિસમાં કામના દબાણમાં ખાવાનું છોડી દો છો? તો પોતાને કરી રહ્યાં છો નુકસાન

ઓફિસમાં કામનું દબાણ હોવું સામાન્ય વાત છે, પરંતુ કામના કારણે સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવું એ પણ ખોટું છે. જો તમે પણ વહેલા કામ કરવા માટે તમારું

Trending Health & Fitness Lifestyle

Health News: ઓફિસમાં કામનું દબાણ (Workload in office) હોવું સામાન્ય વાત છે, પરંતુ કામના કારણે સ્વાસ્થ્ય (Health) પર ધ્યાન ન આપવું એ પણ ખોટું છે. જો તમે પણ વહેલા કામ કરવા માટે તમારું લંચ કે નાસ્તો (Lunch) છોડી દેતા હોવ તો આ આદત તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. એવું કહેવાય છે કે તમે ઘરમાં હો કે બહાર, તમારે ક્યારેય પણ તમારું ખાવાનું બંધ ન કરવું જોઈએ. દિવસમાં ત્રણ પૂરતું અને પૌષ્ટિક ભોજન લેવું મહત્વપૂર્ણ છે જેથી તમે સ્વસ્થ રહી શકો. પરંતુ લોકો કામના કારણે ખાવાનું પણ ટાળવા લાગ્યા છે. જાણો તમારી આ આદત તમારા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી રહી છે.

ભોજન છોડવાના ગેરફાયદા

Overworked? 5 Signs Your Workload Is Too Heavy | FlexJobs

કોલેસ્ટ્રોલ અસંતુલન

જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે આપણું મગજ વધુને વધુ સક્રિય બને છે, જો આ સમય દરમિયાન તમે ખાવા-પીવાનું બંધ કરી દો છો તો તેની આપણા હૃદય પર નકારાત્મક અસર પડશે. ઓફિસમાં કામ કરતી વખતે આપણે હેલ્ધી અને ઓછી કેલરીવાળો ખોરાક લેવો જોઈએ, પરંતુ લંચ છોડવાથી તમને થોડા સમય પછી ભૂખ લાગી શકે છે. એ ભૂખ સંતોષવા માટે તમે જંક ફૂડનું સેવન કરશો. જંક ફૂડના સેવનથી કોલેસ્ટ્રોલ અને ફેટ વધે છે.

હૃદય રોગ

જો તમે બપોરનું ભોજન ન કરો તો તમારા બ્લડ પ્રેશરના સ્તરમાં પણ વધઘટ થશે. આ વધઘટ હૃદય પર પણ અસર કરી શકે છે, જેનાથી હાર્ટ સ્ટ્રોકની શક્યતા વધી જાય છે. એક હેલ્થ રિસર્ચ અનુસાર જે લોકો સવારે નાસ્તો નથી કરતા તેમને હ્રદય રોગનો ખતરો 87% સુધી હોય છે. આ લોકોને હંમેશા કામના સ્થળે પણ બીપીમાં અસંતુલનની સમસ્યા રહે છે.

PNN: PhDs also suffer from heavy workload | DUB

ડાયાબિટીસ

ખોરાક ન ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. ખોરાક ટાળવાથી લોહીમાં સુગર વધે છે, જે ઇન્સ્યુલિનની માત્રામાં વધારો કરે છે. ડાયાબિટીસના દર્દીઓને ભોજન ટાળવાની મનાઈ છે. ભોજન છોડવાથી સુગર અને હ્રદયની સમસ્યા તેમજ માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.

ભોજન છોડવું

જો તમે લંચ અને નાસ્તો ટાળો છો, તો વચ્ચે એવી વસ્તુઓનું સેવન ન કરો જે તમારા શુગર લેવલને વધુ ડિસ્ટર્બ કરી શકે. જેમ કે કેટલાક લોકો કામ કરતી વખતે અમુક પેકેજ્ડ ફૂડ ખાય છે. આ વસ્તુઓ શરીરને પોષણ નથી આપતી અને તમને બીમાર પણ કરી શકે છે. આવા ખાદ્ય પદાર્થો ઇન્સ્યુલિનના સંતુલનને ખલેલ પહોંચાડે છે, જેનાથી ટાઇપ-2 ડાયાબિટીસ અને પાચનની સમસ્યાઓ વધે છે. ભોજન છોડવાથી શરીરમાં ચરબી વધે છે અને મેટાબોલિઝમ નબળું પડે છે.

Skipping lunch is a health hazard for employees

આ આદતથી કેવી રીતે બચવું?

આ માટે, એક સારી રીત છે કે તમારા ડેસ્ક પર મખાના, ડ્રાય ફ્રૂટ્સ, રાગી ચિપ્સ અથવા ફળો જેવી કેટલીક હેલ્ધી વસ્તુઓ હંમેશા રાખો. જો તમે લંચ ન કરી શકતા હોવ તો કામ કરતી વખતે આ વસ્તુઓનું સેવન કરી શકો છો.