Gujarat Weather News: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે તો હજુ પણ કેટલાક જિલ્લાઓમાં આગામી ચાર દિવસ વરસાદની સંભાવના (Rain Forecast) છે. બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation) સક્રિય થયું હતું તે ધીમું પડી ગયું છે. પરંતુ હાલમાં ગુજરાત પર 16 ડીગ્રી ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું છે. જેને કારણે આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેશે. આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) શક્યતા છે. આજથી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ તો નવસારી, ડાંગ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ત્યારે મોડી રાત્રે બોટાદમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ભાવનગરમાં સિહોરમાં વરસાદી માહોલ રહ્યો હતો. મોડી રાત્રિથી વરલ, કનાડ, મઢડા કાજાવદર, સોનગઢ, પીપરલા, અમરગઢમાં વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં વડીયા, કુંકાવાવ સહિત પંથકમાં વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, તોરી, રામપુર, અર્જનસુખ સહિતમાં વરસાદ નોંધાયો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણા અને કેટલાક અન્ય ભાગોમાંથી પાછું ખેંચાઈ ગયું છે. જો કે, અન્ય સિસ્ટમના પ્રભાવથી હવામાન બદલાયું છે. ઓછા દબાણના વિસ્તારને કારણે, આગામી 3 દિવસ દરમિયાન ગુજરાત પ્રદેશ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને ગુજરાત પ્રદેશમાં 26મી સપ્ટેમ્બરે હવામાન વધુ ખરાબ રહેશે. આ દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
![]()
આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ
આ પણ વાંચોઃ નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની આગાહી
