Gujarat News: યાત્રાધામ પાવાગઢ ખાતે ધર્મશાળાના રૂમમાંથી નડિયાદ SRP ગ્રુપ 7 ના પોલીસ ઇસ્પેક્ટર ગણપતભાઈ પટેલ કોઈ કારણોસર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પાવાગઢ પોલીસે એડી નોધી તપાસ હાથ ધરી છે. આગામી આસો નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને પૌરાણિક યાત્રાધામ પાવાગઢ ખાતે SRP પોલીસ તૈનાત કરવામાં આવી છે. ખેડા જિલ્લાના નડિયાદ SRP ગૃપ 7 ના પોલીસ ઈન્સ્પેક્ટર ગણપતભાઈ રતુભાઈ પટેલ, ઉંમર 35 વર્ષ, SRP પોલીસની કામગીરીનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. જેમાં પાવાગઢની તળેટીમાં આવેલા ચાંપાનેર ગામે આવેલી શિવ શક્તિ ધર્મશાળાના રૂમમાં SRP પોલીસ ઈન્સ્પેક્ટર ગણપતભાઈ પટેલ રોકાયા હતા.

ગત રાત્રે લગભગ 12 વાગ્યાના અરસામાં તે શિવશક્તિ ધર્મશાળાના રૂમમાં સૂઈ ગયા હતા. જેમાં ધર્મશાળામાં રહેતા પોલીસ ઈન્સ્પેક્ટર ગણપતભાઈ પટેલ ગુરૂવારે સવારે મૃત હાલતમાં મળી આવતા શિવ શક્તિ ધર્મ શાળામાં ચકચાર મચી ગઈ હતી.

બનાવ અંગે સ્થાનિક પાવાગઢ પોલીસને જાણ થતાં સ્થાનિક પાવાગઢ પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની માહિતી મળતા જ પાવાગઢમાં તૈનાત એસઆરપી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પાવાગઢની સ્થાનિક પોલીસે શિવ શક્તિ ધર્મશાળાના રૂમમાંથી કોઈ કારણોસર મોતને ભેટી મૃત હાલતમાં મળી આવેલા ગણપતભાઈ પટેલના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. બનાવ જાણ થતાં નડિયાદ એસઆરપી ગ્રુપના અધિકારીઓ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર ગણપતભાઈ પટેલના પરિવારજનો પણ હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને 35 વર્ષના યુવાન એવા પોલીસ ઇન્સ્પેક્ટર ગણપતભાઈ પટેલનો મૃતદેહ જોઈ આઘાત અને શોકમાં સરી પડ્યા હતા. આજે રેફરલ હોસ્પિટલ ખાતે તેઓના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. બનાવ અંતર્ગત પાવાગઢ પોલીસે અકસ્માત મોત એડી અંગેનોનો ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે .
આ પણ વાંચો:નવરાત્રિ તહેવાર પર પાવાગઢ મંદિરમાં જાણો માતાજીના દર્શનનો સમય
આ પણ વાંચો:પંચમહાલમાં પાવાગઢમાં દિવ્યાંગો અને અશક્તો માટે સીધા મંદિર સુધી પહોંચાડતી લિફ્ટ બનશે
આ પણ વાંચો:પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત કરનારાઓને છોડાશે નહીઃ ઋષિકેશ પટેલ
