Panchmahal News: પંચમહાલમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા યાત્રિકો પૈકી દિવ્યાંગ તેમજ સિનિયર સીટીઝન યાત્રિકોની સુવિધા માટે લિફ્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પાવાગઢ ડુંગર ઉપર આવેલા છાસીયા તળાવથી આ લિફ્ટ દ્વારા સીધા મંદિર પરિસરમાં પહોંચી શકાશે.
છેલ્લા દોઢ વર્ષથી બની રહેલી આ લિફ્ટનું કામ લગભગ પૂર્ણ થવાને આરે છે. રૂપિયા 20 કરોડના ખર્ચે અહીં 2 લિફ્ટ બનાવવામાં આવી રહી છે. જેમાં એક લિફ્ટમાં એક સાથે 20 લોકો સમાઈ શકશે. પાવાગઢ ડુંગર ઉપર માંચીથી રોપવે દ્વારા છાસીયા તળાવ સુધી પહોંચી શકાય છે. તે બાદ હાલમાં મંદિર સુધી પહોંચવા માટે બીજા 450 પગથિયાં ચઢવા પડતા હોય છે. જે માટે દિવ્યાંગ અને શારીરિક રીતે અશક્ત દર્શનાર્થીઓ માટે મુશ્કેલ બનતું હોય છે.
આવા શ્રદ્ધાળુઓ પણ માતાજીના દર્શનનો લ્હાવો લઇ શકે તે માટે હાઈસ્પીડ લિફ્ટ બનાવવામાં આવી રહી છે. જેથી રોપવેમાંથી ઉતર્યા બાદ સીધા મંદિર પરિસર સુધી લિફ્ર્ટ દ્વારા પહોંચી શકાશે. આ લિફ્ટ માટે જરૂરી ઢાંચો બનીને તૈયાર થઇ ચુક્યો છે. કુલ 70 મીટર ઊંચાઈ ધરવતા આ માળખામાં બે હાઇસ્પીડ લિફ્ટ મુકવામાં આવશે, જે બાદ 450 પગથિયાં ચઢી ન શકે તેવા ખાસ કરીને દિવ્યાંગ અને સિનિયર સિટિઝન વ્યક્તિઓને રાહત મળશે. આ લિફ્ટની બનાવવાનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. જે આગામી છ માસમાં લિફ્ટ શરુ કરવાની યોજના સાથે અહીં કામ કરી રહી હોવાનું જોવા મળે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ
આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત
આ પણ વાંચો: કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે
