Navsari News/ નવસારીમાં નાના બાળકને સ્ટેરીંગ પકડાવવું પડ્યું ભારે, જો જો ફરી આવું કરતા…

આ ગંભીર બેદરકારી હોવાથી ટ્રાફિક પોલીસે વાયરલ વીડિયોના આધારે ચાલકની તપાસ કરી કાર્યવાહી કરી હતી.

Gujarat

Navsari News: નવસારીમાં (Navsari) નાના બાળકને સ્ટેરીંગ (Stearing) પકડાવી રીલ (Reel) બનાવવાનું ભૂત ભારે પડ્યું છે.  નાના બાળકને ટેમ્પોનું સ્ટેરીંગ આપી રીલ બનાવતા રીલ બનાવનાર સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં (Social Media) એક વીડિયો વાયરલ (Video Viral) થયો હતો જેમાં રડતા બાળકને ચૂપ કરાવવા સ્ટેરીંગ પકડાવ્યું હતું. પરંતુ આ ગંભીર બેદરકારી હોવાથી ટ્રાફિક પોલીસે વાયરલ વીડિયોના આધારે ચાલકની તપાસ કરી કાર્યવાહી કરી હતી.

રીલ બનાવી લોકોની નજરમાં ફેમસ થવું, ફોલોઅર્સ વધારવાનું ભૂત લોકોના માથે સવાર થયું છે. બાળક અને લોકોના જીવ જોખમમાં મૂકતો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  ટ્રાફિક પોલીસે જતીન નામના ડ્રાઈવરને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરી હતી.

મધ્યપ્રદેશના મુરેનામાં બાળકો રમતા રમતા વીડિયો બનાવી રહ્યા હતા. એક બાળક મજાકમાં ફાંસીએ લટકાવવાનું નાટક કરી રહ્યો હતો પરંતુ તેનું મોત થઈ ગયું. એવું કહેવાય છે કે જ્યારે દોરડું કડક થઈ ગયું ત્યારે તે લટકવાનું નાટક કરી રહ્યો હતો અને ગૂંગળામણને કારણે તેનું મૃત્યુ થયું હતું.

નવસારીમાં જાણીતા યુવાન બિલ્ડરે જોખમી રીલ બનાવી પોસ્ટ શેર કરી હતી. બિલ્ડરે જોખમી રિલનો વિડિયો પોતાના જ સોશિયલ મીડિયા પોસ્ટ કર્યો. બિલ્ડરની જોખમી રીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલ આ વીડિયોને લઈને બિલ્ડર સામે પગલાં લેવામાં આવી શકે. જોખમી રીલ લઈને સરકારે લોકોને ચેતવણી આપી છે. લોકપ્રિયતા માટે સોશિયલ મીડિયામાં જોખમી સ્ટંટની રીલ બનાવી વાયરલ કરવામાં આવે છે. બિલ્ડર જોખમી સ્ટંટની રીલ બનાવતા પોલીસે પણ તેની નોંધ લીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો:રીલ બનાવવા કાદવમાં સૂઈ ગયો બિગ બોસનો આ કન્ટેસ્ટન્ટ

આ પણ વાંચો:લોકો પોતાની રીલ વાયરલ કરવા કેવા ગતકડાં કરે છે! વીડિયો તો જુઓ…