Pakistan News/ ધડાકાથી કરાચી હચમચી ઉઠ્યું; એરપોર્ટ નજીક બ્લાસ્ટ થતાં 2ના મોત, 11 ઘાયલ

વીડિયોમાં એરપોર્ટ નજીક ધુમાડાના વાદળો ઉછળતા જોવા મળી રહ્યા છે.

Top Stories World Breaking News

Pakistan News: પાકિસ્તાનના (Pakistan) કરાચી એરપોર્ટ (Karachi Airport) પાસે રવિવારે મોડી રાત્રે મોટો વિસ્ફોટ (Blast at late night) થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ આખા શહેરમાં સંભળાયો. પ્રાથમિક માહિતી અનુસાર, અત્યાર સુધીમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને 11 લોકો ઘાયલ થયા છે. પોલીસ બોમ્બ બ્લાસ્ટની તપાસમાં વ્યસ્ત છે. વીડિયોમાં એરપોર્ટ નજીક ધુમાડાના વાદળો જોવા મળી રહ્યા છે.

કરાચીના નોર્થ નાઝિમાબાદ, સેકન્ડ ચુન્દ્રીગર રોડ અને કરીમાબાદ અને અન્ય વિસ્તારોમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટના કારણે ઘણી કારોમાં પણ આગ લાગી હતી. તમામ ઘાયલોને જિન્નાહ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજ (JPMC)માં દાખલ કરવામાં આવ્યા છે.

સિંધના ગૃહ પ્રધાન ઝિયા ઉલ હસને સ્થાનિક ટીવી સ્ટેશન જિયોને જણાવ્યું કે આ વિદેશી નાગરિકો પર હુમલો હતો. વીડિયોમાં કારમાં આગની જ્વાળાઓ અને સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે.

સિંધના ગૃહપ્રધાન ઝિયાઉલ હસન લંજરનું કહેવું છે કે વિસ્ફોટ IED દ્વારા થયો હતો. આમાં એક વિદેશી નાગરિક પણ ઘાયલ થયો છે. આ પહેલા લંઝરની ઓફિસે કહ્યું હતું કે એરપોર્ટ રોડ પર એક ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. જોકે, ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ના ડાયરેક્ટર જનરલ આસિફ ઈજાઝ શેખનું કહેવું છે કે હજુ કંઈ સ્પષ્ટ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃબરેલીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3ના મોત, 6 થી વધુ ઘાયલ, 4 ઓફિસર સસ્પેન્ડ

આ પણ વાંચોઃબિહારના આ જિલ્લામાં HIV એઈડ્સનો વિસ્ફોટ, 3583 દર્દીઓ મળી આવતા ખળભળાટ

આ પણ વાંચોઃઅમરાવતી સેન્ટ્રલ જેલમાં વિસ્ફોટ; દેશી બોમ્બ ફેંકાયો, પોલીસ તપાસ શરૂ