Gujarat Weather/ રાજ્યના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય, સિઝનનો 30 ટકા વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં સિઝનનો 30 ટકા વધુ વરસાદ વરસ્યો છે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather: ગુજરાતમાં હવામાન વિભાગે (IMD) ચોમાસાની આગાહી કરી છે. ગુજરાતમાંથી ચોમાસુ (Gujarat Monsoon) હવે વિદાય લેશે. સુરત, વલસાડ, તાપીમાં ચોમાસુ હજુ સક્રિય છે. ગુજરાતમાં સિઝનનો 30 ટકા વધુ વરસાદ વરસ્યો છે.

Odisha rain: Diwali dampened by heavy showers in parts of state

આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન હોવાથી હાલ તો રાહતના સમાચાર છે. જેને પગલે ચોમાસાની વિદાય થઈ રહી હોવાનું લાગી રહ્યું છે. ગુજરાતમાં નવરાત્રિ (Navratri) પૂરી થાય તે પહેલા વરસાદ આવશે. 7 થી 12 ઓક્ટોબર વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં કેટલાય સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડું (Cyclone) ફૂકાય તેવી શક્યતા પણ છે. ગુજરાતના અનેક ભાગોમાંથી વરસાદ ગાયબ થઈ રહ્યો છે. ચોમાસાની વિદાય અને ગુજરાત પર આવવાના વાવાઝોડાના સંકટ વિશે આગાહી કરવામાં આવી છે.

Record-breaking 14-day rainfall hits NCR, with IMD predicting more wet  weather | Today News

પરેશ ગોસ્વામીએ ચોમાસાની વિદાય અંગે મોટા અપડેટ આપ્યા કે, હજી ચોમાસું ગયુ નથી, હજી તો વરસાદ આવશે.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે. હજુ પણ સાત-આઠ તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે.

આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ જશે.તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો, પાટણ, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગરના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ ગઇ છે. આ સાથે પશ્ચિમના અમુક ભાગોમાંથી પણ નૈઋત્યુના ચોમાસાની વિદાય થઇ ગઇ છે.

Delhi rains: Unraveling the cloudburst conundrum - Hindustan Times

10 થી 14 ઓક્ટોબર અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ (Cyclonic circulation system) એક્ટિવ થતાં વાવાઝોડું ચક્રવાતમાં રૂપાંતરિત થઈ ગુજરાતના દરિયાકાંઠે અથડાશે. આગાહી મુજબ 28 ઓક્ટોબર સુધી ચક્રવાત આવશે. ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવરાત્રિમાં છુટોછવાયો વરસાદ રહેવાની સંભાવના

આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, ક્યાં અપાયું છે એલર્ટ

આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ ભંગ પાડશે? શું કહે છે હવામાન વિભાગની આગાહી