Crime/ ગુજરાતના કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની દુબઈમાં ધરપકડ

ગુજરાતના કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં હરિયાણા અને રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનારો કુખ્યાત વિનોદ સિંધી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરાય તે પહેલાં વિદેશ ભાગી ગયો હતો

Top Stories Gujarat

ગુજરાતના કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં હરિયાણા અને રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનારો કુખ્યાત વિનોદ સિંધી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરાય તે પહેલાં વિદેશ ભાગી ગયો હતો, 138 ગુનામાં સંડોવાયેલા વિનોદ સિંધી વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો.

ખાનગી માહિતીના આધારે વિનોદ સિંધી દુબઇ હોવાની વિગતો મળ્યા બાદ ત્યાંની પોલીસ સાથે મળીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વોન્ટેડ વિનોદ સિંધીને થોડા દિવસોમાં અમદાવાદ લઇ આવવામાં આવશે. ગુજરાતમાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડ પછી બુટલેગરો પર ગુજરાત પોલીસની ધોંસ વધી છે. તેના પગલે ગુજરાતમાંથી કેટલાય બુટલેગરો કયાં તો પડોશી રાજ્યમાં અથવા તો તક મળી તો વિદેશ ભાગી ગયા છે.

તાજેતરમાં ગુજરાત પોલીસે બુટલેગરો અને એનસીબીએ ડ્રગ્સ પેડલરો પર તવાઈ બોલાવવાનું ચાલુ કરતા તેઓમાં જબરજસ્ત બૂમરાણ મચી છે. આ દર્શાવે છે કે બુટલેગરો પર હાલમાં જબરજસ્ત દબાણ છે અને ચૂંટણી સુધી આ ચાલુ રહે તેમ માનવામાં આવે છે.