Gujarat News/ ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક ઠેકાણે વરસાદ

દાહોદ, બનાસકાંટા, પંચમહાલમાં પડ્યો વરસાદ

Top Stories Gujarat Others

Gujarat News :  ગુજરાતમાં અનેક ઠેકાણે વરસાદ વરસ્યો છે.. જેમાં અમદાવાદ, વિજયનગર, બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તે સિવાય વિજયનગર તાલુકામાં અચાનક દવામાનમાં પલ્ટો આવતા વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. નવરાત્રી બાદ પડેલા વરસાદને કારણે ઉભા મકાઈ, અડદ, સોયાબીન સહિતના પાકોનેનુકશાનની ભીતિ સેવાઈ રહી છે. જેને કારણે ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે. તે સિવાય વધુ વરસાદ પડશે તો ઉભો પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે.

બીજીતરફ રાજકોટમાં ભાદર ડેમ-1 ઓવરફ્લો થયો હતો. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ડેમ ઓવરફ્લો થયો છે. જેને કારણે ડેમના 7 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ઉપરાંત લોકોને નદીના પટમાં ન જવાની સુચના આપવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે. દાહોદમાં પમ વરસાદી માહોલ જામ્યો છે.લીમડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઝાલોદ અને નાન,લયમાં પણ વરસાદ પડ્યો છ

બીજીતરફ બનાસકાંઠાનાઅમીરગઢની કાલેડી નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નવું પાણી આવ્યું છે.વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અમીરગઢ નજીક રાજસ્થાનમાં ભારે વરસાદ પડ્યો છે. રાબારીયા, ડાભેલા, ગઢડા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે.નદીમાં નવા નીર આવતા ખેડૂતોને થશે ફાયદોપંચમહાલના ગોધરા સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને કારણે નીચાણવાળા વિસ્તારો અને રોડ પર પાણી ભરાયા છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં લીમખેડા, લીમડી, દેવગઢબારીયામાં વરસાદ પડ્યો છે. સીગવડ પંથકમાં પણ વરસાદ જામ્યો છે. વરસાદના પગલે પાકને નુકસાન થયું છે. ઉપરાંત વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દેશમાં સૌપ્રથમ સહકારી રિટેલ ચેઇન રજૂ કરવા જઈ રહેલું ગુજકોમાસોલ

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ નિમિત્તે મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે “સહકાર સે સમૃદ્ધિ” કાર્યક્રમ યોજાયો

આ પણ વાંચો: ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી જૂનાજોગી દિલીપ સંઘાણીની વરણી