Hezbollah News/ હિઝબુલ્લાહનો ઇઝરાયેલ પર ઘાતક ડ્રોન હુમલો, 4 જવાનોની મોત, 70 ઘાયલ

હિઝબુલ્લા (Hezbollah)એ રવિવારે રાત્રે ઇઝરાયેલ (Israel) પર સૌથી ઘાતક ડ્રોન હુમલો (Drone Attack) કર્યો હતો.

Top Stories World Breaking News

Hezbollah attack Israel: હિઝબુલ્લા (Hezbollah)એ રવિવારે રાત્રે ઇઝરાયેલ (Israel) પર સૌથી ઘાતક ડ્રોન હુમલો (Drone Attack) કર્યો હતો. હિઝબુલ્લા દ્વારા ઈઝરાયેલના બિન્યામિના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર આ હુમલામાં તેના ચાર સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. લગભગ 70 જવાનો ઘાયલ થયા છે. સાત જવાનોની હાલત ગંભીર છે. હેલિકોપ્ટરની મદદથી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઈઝરાયેલની સેનાએ સૈનિકોના પરિવારજનોને આ ઘટનાની જાણકારી આપી છે.

Hero Image

આત્મઘાતી ડ્રોન હુમલો
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ, હિઝબુલ્લાહે તેના બે આત્મઘાતી ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ ડ્રોન દરિયાઈ માર્ગે ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા. આ હિઝબુલ્લાહના સૌથી અગ્રણી આત્મઘાતી મીરસાદ ડ્રોન હતા. તેઓ ઈરાનમાં અબાબિલ-ટી તરીકે પણ ઓળખાય છે.

हिजबुल्लाह ने इजरायल पर 1300 से ज्यादा ड्रोन और रॉकेटों से किया हमला , मिलिट्री  बेस तबाह - Hezbollah launches massive drone and rocket attack on Israeli  targets - AajTak

લેબનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર જોરદાર હુમલો કર્યો છે. ઈરાન સમર્થિત હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર આત્મઘાતી ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે, જેમાં ચાર ઈઝરાયેલ આર્મી IDF સૈનિકો માર્યા ગયા છે અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે.

હિઝબુલ્લાએ બિન્યામિનામાં લશ્કરી મથક પર હુમલો કર્યો. ઈઝરાયેલ પર હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલ આ હુમલો અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલમાં થયેલા આ હુમલામાં અત્યાર સુધીમાં 67 લોકો ઘાયલ થયા છે, જેમાંથી ઘણાની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે.

Israel के मिलिट्री बेस पर हिज्बुल्ला का सबसे घातक ड्रोन हमला, IDF के चार  जवानों की मौत और 60 से ज्यादा घायल- Navbharat Live (नवभारत) - Hindi News |  hezbollah uav strike

હિઝબુલ્લાએ ઇઝરાયલના હાઇફા શહેરને નિશાન બનાવીને લગભગ 25 રોકેટ અને મિસાઇલો છોડ્યા હતા. ઈઝરાયેલની ચેનલ 12 અનુસાર, હુમલા પહેલા કોઈ ચેતવણી સાયરન આપવામાં આવી ન હતી. ઉત્તર ઇઝરાયેલમાં રવિવારે રાત્રે વિસ્ફોટોના અવાજો સંભળાતા રહ્યા. 7 ઓક્ટોબર, 2023 થી, હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. હિઝબુલ્લાનું કહેવું છે કે તેઓએ બિન્યામિનામાં ઇઝરાયલી સેનાના ગોલાની બ્રિગેડ કેમ્પ પર હુમલો કર્યો છે. ઉત્તર ઇઝરાયેલમાં રાતોરાત વિસ્ફોટ અને સાયરન સંભળાયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઈઝરાયેલે UN ચીફના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ, 104 દેશો સામે આવ્યા વિરોધ, જાણો ભારતનું વલણ

આ પણ વાંચો: પેજર બ્લાસ્ટને લઈને મોટો ખુલાસો, ઈરાની કંપનીએ હિઝબુલ્લાહ માટે વિસ્ફોટક સામગ્રી

આ પણ વાંચો: શું ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો? યુએસએ સીરિયા પર કર્યો હવાઈ હુમલો, ISIS કેમ્પનો કર્યો નાશ